21 મીડિયા કંપનીઓએ કેન્દ્ર સરકારના નવા પ્રાઇવસી કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો !!!

કેન્દ્ર સરકારના પ્રાઇવસી માટેના નવા કાયદા સામે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની માલિકીની કંપનીઓ સહિત આશરે 21 જેટલી દિગ્ગજ મીડિયા કંપનીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ ઍસોસિએશન(DNPA) દ્વારા આ કાયદા સામે અપીલ દાખલ કરવામાં આવી છે. અરજદારોની દલીલ છે કે આગામી મે 2027થી પ્રાઇવસી કાયદાના જે સુધારાઓ અમલી બનવા જઈ રહ્યા છે, તે મીડિયાની સ્વતંત્રતા પર સીધી અસર કરે છે, તેથી તેને રદ કરવામાં આવે. અત્યાર સુધી માત્ર એક્ટિવિસ્ટ્સ કે નાના જૂથો દ્વારા જ આ કાયદાને પડકારવામાં આવતો હતો, પરંતુ પહેલીવાર મોટી મીડિયા કંપનીઓ આ વિરોધમાં સામે આવી છે. આ અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

698 પાનાની આ અપીલમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારનો આ નવો કાયદો પત્રકારોને પોતાના વિશ્વસનીય સૂત્રો (સોર્સ) જાહેર કરવા માટે મજબૂર કરશે, જેના કારણે ઈન્વેસ્ટિગેટિવ પત્રકારત્વનો અંત આવી જશે. કાયદાની કેટલીક જોગવાઈઓ સેન્સરશિપ સમાન છે, જે લોકશાહી દેશ માટે અભિશાપ ગણાઈ શકે. ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન લો’ તરીકે ઓળખાતા આ પ્રાઇવસી કાયદા હેઠળ જો કોઈ પત્રકાર કોઈની તપાસ કરવા માગે તો પહેલા સંબંધિત વ્યક્તિની મંજૂરી લેવી પડશે અને પછી જ રિપોર્ટ તૈયાર કરી શકાશે. જો આવું કરવામાં આવે તો ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ તૈયાર જ નહીં થઈ શકે અને પુરાવાઓનો નાશ થઈ જશે. સાથે જ પબ્લિશર્સને સ્ટોરીઓ હટાવવા માટે પણ મજબૂર કરવામાં આવી શકે છે.

મીડિયા કંપનીઓને એ વાતની પણ ચિંતા સતાવી રહી છે કે નવા કાયદા હેઠળ રચાનારી ઓથોરિટી નિયમોનું પાલન ન કરવા બદલ ભારે આર્થિક દંડ ફટકારી શકે છે. આ નવો કાયદો જાહેર હિતના નામે સરકારને કોઈપણ માહિતીનું એક્સેસ બ્લોક કરવાની સત્તા આપે છે, જેનાથી પ્રેસ ફ્રીડમ પર માઠી અસર પડશે. આ સ્થિતિમાં ભ્રષ્ટાચાર, ચૂંટણીની ગેરરીતિઓ કે અન્ય કોઈપણ ગોપનીય માહિતી આપતા પહેલા વ્હીસલબ્લોઅર્સ પણ ડરશે.

અગાઉ ઑગસ્ટ મહિનામાં સરકાર દ્વારા મીડિયા કંપનીઓને એવી ખાતરી આપવામાં આવી હતી કે આ કાયદાના સુધારાઓથી મીડિયાની સ્વતંત્રતા નહીં છીનવાય તેની પૂરી કાળજી રખાશે, પરંતુ સરકાર તરફથી કોઈ લેખિત ખાતરી આપવામાં આવી નહોતી. નવા નિયમ મુજબ કોઈપણ કંપની કે સંગઠને ડેટા મેળવતા પહેલા સંબંધિત વ્યક્તિની મંજૂરી લેવી પડશે અને ડેટા શા માટે જોઈએ છે તે સ્પષ્ટ કરવું પડશે, તેથી પત્રકારોને આમાંથી સંપૂર્ણ બાકાત રાખવામાં આવે તેવી મુખ્ય માગણી આ અરજીમાં કરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો