ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક અને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ..

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા કૉંગ્રેસ દ્વારા ‘મત બચાવો, દેશ બચાવો’ અભિયાનને વેગ આપવા જાહેર કરી આગામી કાર્યક્રમોની રૂપરેખા..

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય સ્નેહલ ઠાકરે તથા AICCના પ્રભારી અને વરિષ્ઠ નેતા મોહન જોશીની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય બેઠક અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ બેઠકમાં કોંગ્રેસના અગ્રણી નેતામાં મંગળભાઈ ગાવીત ,હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી પક્ષની સંગઠનાત્મક એકતા અને મજબૂતાઈનો પરિચય આપ્યો હતો.બેઠકને સંબોધતાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેહલ ઠાકરે ભારતીય જનતા પાર્ટી પર મતચોરીના આક્ષેપો અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણની કલમ 326 હેઠળ પુખ્ત મતાધિકારના સિદ્ધાંતનું રક્ષણ કરવું લોકશાહીની મજબૂતી માટે અત્યંત જરૂરી છે. મતદારોના અધિકારો અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. આ મુદ્દે ન્યાય મળે તે માટે પક્ષ દ્વારા લોકશાહી ઢબે લડત ચાલુ રાખવામાં આવશે.આ બેઠક દરમિયાન આદિવાસી સમાજને લગતા વિવિધ પ્રશ્નો અને સરકારની નીતિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વર્તમાન શાસનમાં આદિવાસી સમાજના હકો અને હિતોને નુકસાન પહોંચાડતી નીતિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આદિવાસી સમાજના બંધારણીય અધિકારો, હિતો અને ન્યાયના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ મક્કમતા સાથે અવાજ ઉઠાવશે તેમ જણાવાયુ હતુ.મોહન જોશીએ આગામી આંદોલન અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.AICCના પ્રભારી અને વરિષ્ઠ નેતા મોહન જોશીએ ઉપસ્થિત નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધતાં રાષ્ટ્રવ્યાપી આંદોલનની આગામી રણનીતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોને સક્રિય રાખવા અને જનતાના પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.‘મત બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમોની રૂપરેખા જાહેર

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન AICCના નિર્દેશો અનુસાર ‘મત બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. મતદાર યાદીની સમીક્ષા, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતદારોના અધિકારોના રક્ષણ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જનજાગૃતિ અને લોકશાહી ઢબે આંદોલનને આગળ વધારવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના નેતા મંગળભાઈ ગાવીતે જણાવ્યું હતું કે મતદારોના અધિકારોનું રક્ષણ, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવા માટે પક્ષ સતત પ્રયત્નશીલ રહેશે. આ મુદ્દાઓ પર યોગ્ય તપાસ, જવાબદારીનું નિર્ધારણ અને ન્યાયની માગણી સાથે કોંગ્રેસ પક્ષ પોતાનો લોકશાહી સંઘર્ષ ચાલુ રાખશે.આ બેઠક અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિએ સંગઠનને વધુ સક્રિય બનાવી ‘મત બચાવો, દેશ બચાવો’ અભિયાનને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો..

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો