તારીખ ૨૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામ નજીક હાઇવે પર ગતરોજ બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મળતી વિગતો મુજબ, તા. 24/10/2026 ના રોજ બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં, વેજલપુરના ખેડા ફળિયા નજીક બાબુ નાયરની પંચરની દુકાન સામે હાઇવે રોડ પર લક્ઝરી બસ નંબર GJ-06-AX-5355 ના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જઈ રહેલી એક્ટિવા નંબર GJ-17-BF-5866 ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ત્યારે આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર વેજલપુર મોટા મોહલ્લાના રહીશ ફારુક સિકંદર નાના અને તેમના પત્ની સફિયાબીબી રોડ પર પટકાયા હતા. જેમાં સફિયાબીબીને શરીરે સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે ફારુકભાઈને ડાબા હાથે અને ડાબા પગે ગંભીર ઇજાઓ તથા ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ લક્ઝરી બસનો ચાલક બસ લઈને સ્થળ પરથી નાસી ગયો હતો. જ્યાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફારુકભાઈના હાથ પર ઓપરેશન કરવામાં આવ્યું હતું.આ બનાવ અંગે ઇજાગ્રસ્તના પુત્ર સુફિયાન ફારુક નાના (ઉ.વ.20) એ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લક્ઝરી બસ નંબર GJ-06-AX-5355 ના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











