મેંદરડામાંથી નશીલી કફ સિરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: જૂનાગઢ એન્ટી નાર્કોટિક્સ વિંગે NDPS હેઠળ ગુનો નોંધ્યો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં નશીલા પદાર્થોની બદી નેસ્તનાબૂદ કરવા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) દ્વારા મેંદરડા-ઈવનગર રોડ પરથી પ્રતિબંધિત કોડીન યુક્ત કફ સિરપની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
એન્ટી નાર્કોટિક્સ વિંગને મળેલી ચોક્કસ બાતમીના આધારે મેંદરડા-ઈવનગર રોડ પર આવેલ રઘુવીર માર્બલ સામે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બર્ગમેન વાહન (નંબર GJ-11-CM-2027) પર કેફી ઔષધીય દ્રવ્યનો જથ્થો લઈને જૂનાગઢ તરફ નીકળેલા શકીલ ઉર્ફે કારો ગફ્ફાર શાહમદાર નામના શખ્સને અટકાવી તલાશી લેવાઈ હતી.
તલાશી દરમિયાન તેના કબજામાંથી ‘CODITOR-T’ (Codeine Phosphate and Triprolidine Hydrochloride) કફ સિરપની ૧૦૦ એમએલની સીલબંધ ૩૦ બોટલ, મોબાઈલ ફોન અને વાહન મળી કુલ રૂ. ૬૦,૯૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે મેંદરડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો