રતનપુરા (શિ.) ના સરપંચ ની “સરપંચ સંગઠન ગુજરાત પ્રદેશ”ના પ્રમુખ તરીકે વરણી થતા સન્માન કરાયું.

કાંકરેજ તાલુકાના રતનપુરા (શિ.)ના અરવિંદકુમાર ડી.ગોહિલ ને ગામલોકોએ બિનહરીફ સરપંચ તરીકે સેવા કરવાની તક આપી છે,ત્યારથી ગામ ના વિકાસના દરેક કાર્યમાં અરવિંદકુમારને તમામ ગ્રામ જનોનો સાથ,સહકાર અને સમર્થન મળતું રહ્યું છે. ગામ ના હિતમાં કરેલી વિશિષ્ટ કામગીરી બદલ ગામના લોકોએ હંમેશાં અપાર સન્માન અને પ્રેમ આપ્યો છે. ત્યારે તાજેતરમા ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજરાત ના ઈતિહાસમાં પ્રથમ વખત વિશાળ સંખ્યામાં સરપંચો એક મંચ પર એકત્રિત થઈ પોતાના પ્રશ્નોનો, સમસ્યાઓ અને હક્કોની ચર્ચા કરવા જઈ શકે અને ગામનો વિકાસ કરી શકે અને સરપંચોને વધુ સત્તા મળે, ગ્રામ પંચાયતો મજબૂત બને અને સરકારના વિકાસનાં કામોમાં સરપંચોની નિર્ણાયક ભૂમિકા રહે તે માટે ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનની રચના કરવામાં આવી તેમાં વિશાળ સંખ્યા માં ગુજરાત ભરમાંથી સરપંચોની બેઠક મળી હતી તેમાં સર્વાનુમતે ગુજરાત સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે બ.કાં.જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા (શિ.)ગામના યુવા અને ઉત્સાહી સરપંચ અરવિંદકુમાર ગોહિલ ની વરણી થતા રતનપુરા ગામ ના આધારેયવર્ણ આગેવાનો અને યુવાનો દ્વારા ઉત્સાહભેર ભવ્ય સન્માન કરવામાં આવ્યું,ત્યારે સરપંચે જણાવ્યું હતું કે ગામલોકોનો આ પ્રેમ, વિશ્વાસ અને સાથ મારા માટે અમૂલ્ય છે.હું રતનપુરા ના તમામ આગેવાનો, યુવાનો અને ગ્રામજનોનો હંમેશાં ઋણી રહીશ.ચોવીસે કલાક મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530











