મેંદરડાના નતાળીયા ગામની સીમમાંથી રૂ. ૧૯.૫૭ લાખના વિદેશી દારૂ અને ૩ કાર સાથે બે શખ્સો ઝડપાયા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢની ટીમે મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારના નતાળીયા ગામની સીમમાંથી રૂ. ૧૯.૫૭ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ, બીયર અને વાહનો સહિતનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ જૂનાગઢ તાલુકા અને મેંદરડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, મેંદરડા તાલુકાના નતાળીયા ગામની સીમમાં આવેલ રાણીંગ ચાંદ્રડના ખેતરે દિલીપ માંજરીયા, યશ કટારા અને જાબર ચાંદ્રડ નામના શખ્સોએ ભાગીદારીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી છુપાવ્યો છે અને તેને સગેવગે કરવાની તૈયારી ચાલી રહી છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ખેતરમાં દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી અલગ-અલગ વાહનોમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલ/ટીન કુલ નંગ ૧૯૩૪, ૩ કાર અને ૨ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૯,૫૭,૮૨૮/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો