TASP યોજના હેઠળ નવસારી જિલ્લાના આદિજાતિ ખેડૂતો પાસેથી વિવિધ સહાય યોજનાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી અને નવસારી તાલુકાના આદિજાતિ ખેડૂતો યોજનાનો લાભ લેવા અરજી કરવી :

મંગળવાર નવસારી જિલ્લાના આદિજાતિ વિસ્તારોના ખેડૂતોને ખેતી અને બાગાયતલક્ષી પ્રવૃત્તિઓમાં સહાય મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૬-૨૭ માટે TASP (ટ્રાયબલ એરિયા સબ પ્લાન) યોજના અંતર્ગત ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ વિવિધ સહાય યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા પાત્ર આદિજાતિ ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ યોજના હેઠળ વાંસદા તાલુકા માટે હાઇબ્રિડ ભીંડાની ખેતી, વજન કાંટા અને પ્લગ નર્સરી/નેટહાઉસ માટે સહાયની યોજનાઓનો સમાવેશ થાય છે. ચીખલી તાલુકા માટે વજન કાંટા, પ્લગ નર્સરી/નેટહાઉસ, હાઇબ્રિડ ભીંડાની ખેતી, કેરેટ માટે સહાય, મશરૂમની ખેતી અને ફ્રેન્ચ ફ્રાય માટે બટાકાની ખેતી અંગેની સહાય યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેવી જ રીતે ખેરગામ તાલુકા માટે હાઇબ્રિડ ભીંડાની ખેતી, વજન કાંટા, પ્લગ નર્સરી/નેટહાઉસ અને કેરેટ માટે સહાય, ગણદેવી તાલુકા માટે વજન કાંટા અને ફ્રેન્ચ ફ્રાય માટે બટાકાની ખેતી અંગેની સહાય તથા નવસારી તાલુકા માટે વજન કાંટા આપવાની યોજનાનો સમાવેશ થાય છે.

આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક આદિજાતિ ખેડૂતોએ નિયત અરજી ફોર્મ મેળવી તેમાં જરૂરી વિગતો ભરીને સંબંધિત તાલુકાના બાગાયત અધિકારી અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી ખાતે રજૂ કરવાનું રહેશે. અરજી સાથે અનુસૂચિત જનજાતિ (ST) જાતિનો દાખલો, ૭/૧૨ અને ૮-અના ઉતારા, આધારકાર્ડ તથા રેશનકાર્ડની નકલ જોડવાની રહેશે. સંપૂર્ણ ભરેલું અરજી ફોર્મ જરૂરી આધાર-પુરાવા સાથે સાત દિવસની અંદર કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. અરજીઓની ચકાસણી બાદ યોગ્યતા ધરાવતા ખેડૂતોને નિયમોનુસાર સહાયનો લાભ આપવામાં આવશે. આ અંગ. વધુ માહિતી માટે ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારીનો સંપર્ક કરવો 

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો