તારીખ ૨૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા – DISHA)ની બેઠક લોકસભા સાંસદશ્રી રાજપાલસિંહ જાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જ્યાં બેઠક દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY), રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP), પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), સ્વચ્છ ભારત મિશન (SBM), અટલ મિશન ફોર રિજુવનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT), ખેલો ઇન્ડિયા, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) સહિત વિવિધ ક્ષેત્રોની યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.આ ઉપરાંત, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, ગ્રામ વિકાસ, પીવાના પાણી, સ્વચ્છતા, રોજગાર, સામાજિક સુરક્ષા તથા માળખાકીય સુવિધાઓને લગતી વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી યોજનાવાર કામગીરીની વિગતો મેળવી, અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર પહોંચે અને વિકાસલક્ષી કામગીરી અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકમાં રાજ્યસભા સાંસદ ડૉ. જશવંત પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી, કાલોલના ફતેસિંહ ચૌહાણ,જિલ્લા કલેક્ટર અજય દહિયા,જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











