અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – કલેક્ટર મિલિન્દ બાપનાની ધનસુરા જવાહર નવોદય વિદ્યાલયની મુલાકાત: ખાળકૂવા અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના વિકાસ માટે રૂ. ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવી

અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ ધનસુરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયની મુલાકાત લઈ શાળાની શૈક્ષણિક વ્યવસ્થા અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે શાળામાં વિદ્યાર્થીઓને અપાતું શિક્ષણ, શૈક્ષણિક વાતાવરણ તથા જરૂરી માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી હતી.વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રીએ શાળાના શૈક્ષણિક વિકાસ અને ખાળકૂવા માટે રૂ. ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટના ઉપયોગથી શાળામાં જરૂરી શૈક્ષણિક સુવિધાઓના વિકાસ અને વિદ્યાર્થીઓને વધુ સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં મદદ મળશે.આ ઉપરાંત, મુલાકાત દરમિયાન શાળાની અન્ય જરૂરી સુવિધાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવાની દિશામાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ મુલાકાતનો મુખ્ય હેતુ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓનું મૂલ્યાંકન કરી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક તકો ઉપલબ્ધ કરાવવાનો હતો.









