“જિયો” માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપ્નને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ શ્રી પરિમલ નથવાણી

ધીરુભાઈના વતન ચોરવાડમાં 25 હજારથી વધુ ગ્રામજનોના
સમૂહ ભોજન અને લોકડાયરા સાથે જિયો પ્લેટફોર્મ્સના
પબ્લિક ઇશ્યુના ધમાકેદાર લિસ્ટિંગની ભવ્ય ઉજવણી

“જિયો” માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપ્નને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ શ્રી પરિમલ નથવાણી

જામનગર

(નયના દવે દ્વારા)

ચોરવાડ: 29 ઑક્ટોબર 2026: જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુની 21 ટકા કરતાં વધારે પ્રિમિયમ સાથે ધમાકેદાર અને ઐતિહાસિક લિસ્ટિંગની ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં દ્વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી થઈ હતી.બુધવારે રાત્રે ચોરવાડમાં 25000 કરતાં વધારે ગ્રામજનોના સમૂહ ભોજન અને ત્યારબાદ ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકારોનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ તકે, અંબાણી પરિવારના સભ્ય તરીકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર અને રાજ્યસભાના સાંસદશ્રી પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બેવડા કાર્યક્રમોની ઉજવણી વચ્ચે ચોરવાડવાસીઓ, અંબાણી પરિવારના જ સભ્ય હોવાની અનુભુતિ કરાવતાં શ્રી નથવાણીએ સંસ્મણો વાગોળતાં ધીરુભાઈ અને કોકિલાબેન સાથે વર્ષ-1995માં ચોરવાડ અને કુકસવાડાની ત્રિ-દિવસીય મુલાકાત અંગે વાત કરી હતી અને તે સમયના સાથી, સાક્ષીઓને પણ મંચ પરથી ખાસ યાદ કર્યા હતા.

આ તકે અત્યંત ભાવુક અને ભીના સ્વરે તેમણે જણાવ્યું કે,ધીરુભાઈના ડ્રીમ પ્રોજેક્ટ સમી રિલાયન્સ ઈન્ડ્રસ્ટીઝે જે રીતે વૈશ્વિક હરણફાળ પ્રગતિ કરી છે, તે જ રીતે તેમના વધુ એક સ્વપ્ન જિયો પ્લેટફોર્મ્સે પણ વૈશ્વિક સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.અંબાણી પરિવારના મોભી શ્રી મુકેશભાઈ અને તેમના સંતાનો શ્રી આકાશ, શ્રી ઈશા અને શ્રી અનંતે જે રીતે ધીરુભાઈના સ્વપ્નને અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કરી બતાવ્યું છે તે ન માત્ર અંબાણી પરિવાર પરંતુ, દેશ માટે પણ ગૌરવપૂર્ણ વાત છે. ભુતકાળમાં સરી પડતાં તેમણે એ ક્ષણને પણ ખાસ યાદ કરી હતી કે, જે સમયે રિલાયન્સના આઈપીઓ વખતે રોકાણકારોએ ધીરુભાઈ પર વિશ્વાસ મુક્યો હતો એ જ વિશ્વાસ આજે પણ આ પરિવાર પર અકંબધ છે તે જિયોના ધમાકેદાર અને ઐતિહાસિક લિસ્ટિંગ પરથી જણાઈ આવે છે.

તેમણે ભૂતકાળ વાગોળતા ઉમેર્યું કે, ધીરુભાઈ જયારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ લાવ્યા ત્યારે તેમણે ચોરવાડવાસીઓને શેર આપવાથી લઈ તેમની તમામ નાની-મોટી ખુશીઓમાં સહભાગી બનાવ્યા હતા. આજે તેમના જ સ્વપ્ન એવા જિયો પ્લેટફોર્મ્સની ઐતિહાસિક સફળતામાં પણ અંબાણી પરિવાર ધીરુભાઈના વતનને ભુલ્યું નથી, તેમની બીજી અને ત્રીજી પેઢીએ સયુંક્ત રીતે આ વારસો જાળવ્યો છે. આ ઉપરાંત તેમણે વર્ષ-2017થી કાર્યરત ધીરુભાઈ અંબાણી મેડિકલ અને કમ્પ્યુટર સેન્ટર, શ્રી એચ.જી.અંબાણી ગર્લ્સ હાઇસ્કૂલ તથા કુકસવાડામાં નવનિર્મિત શ્રી એચ.જી.અંબાણી હાયર સેકન્ડરી સ્કૂલ સહિત ગ્રામજનોને અંબાણી પરિવાર તરફથી અપાયેલી સુવિધાઓને પણ યાદ કરાવી હતી.

તો, અંતમાં રિલાયન્સ પરિવાર દ્વારા ચોરવાડમાં આયોજિત આ બેવડી ઉજવણીમાં અંબાણી પરિવારના સભ્ય તરીકે ઉપસ્થિત રહેવાની તક આપવા બદલ શ્રી નથવાણીએ અંબાણી પરિવારનો ફરી આભાર વ્યક્ત કર્યો હતો. આ વૈશ્વિક હરણફાળમાં સહયોગ આપનાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો પણ રિલાયન્સ અને અંબાણી પરિવાર વતી વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ચોરવાડના 25,000થી વધુ ગ્રામજનોએ પ્રીતિભોજનનો સ્વાદ માણ્યો હતો. બાદમાં યોજાયેલાં લોકડાયમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉવર્શીબેન રાદડિયાએ પોતાની આગવી શૈલી થકી ઉપસ્થિત હજ્જારો શ્રોતાઓને રીતસર નાચવા મજબૂર કરી દિધા હતા. તો, હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ પોતાની તળપદી ભાષામાં હાસ્ય અને રમુજ રજૂ કરી ઉપસ્થિત સૌને પેટ પકડીને હસાવ્યા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા તથા ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો