સંતરામપુર પોલીસ સ્ટેશન એ.પાર્ટ નંબર ૧૦૬૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ- ૩૦૩ (૨) મુજબના કામે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી સંતરામપુર પોલીસ

રીપોર્ટ આસીફ લુણાવાડા 

 

સંતરામપુર પોલીસ સ્ટેશન એ.પાર્ટ નંબર ૧૦૬૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ- ૩૦૩ (૨) મુજબના કામે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી સંતરામપુર પોલીસ

 

પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.જી.ચાવડા દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.

 

જે અનુસંધાને સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એ.પાર્ટ ગુ.ર.નં. ૧૦૬૩/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનામાં ફરીયાદીની દુકાનમાંથી અજાણી મહિલા દ્વારા ચાંદીની કુલ ૨૮ વીંટીઓ, જેની અંદાજિત કિંમત રૂ. ૫૩,૪૭૭/-ની ચોરી કરી લઈ જવામાં આવેલ હોવાની ફરીયાદ નોંધાયેલ. સદર ગુનાની તપાસ દરમ્યાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. કામોળ, સંતરામપુર પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસના ભાગરૂપે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા તેમજ બાતમીદારોને સક્રિય કરી ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. આ દરમ્યાન સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલી હોવાની શંકાસ્પદ મહિલા પ્રિયંકાબેન, પતિનું નામ રામસિંહ જીતેન્દ્રસિંહ રણા, મૂળ રહે. મોટી સરસણ ગામ, બસ સ્ટેશનની સામે, તા. ગોધરા, જિ. મહીસાગર, હાલ રહે. હીરાપુર, બાપુ ફળિયું, તા. સંતરામપુર, જિ. મહીસાગર હોવાનું જાણવા મળેલ. મળેલ બાતમીના આધારે પોલીસે ત્વરિત તપાસ કરી ગણતરીના કલાકોમાં મહિલા આરોપીને પકડી પાડી, ચોરીમાં ગયેલ ચાંદીની ૨૮ વીંટીઓનો મુદ્દામાલ રિકવર કરવામા આવેલ તથા આ અંગે આરોપી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો