ધ્રોલ ખાતે રાહત દરે ફૂલછોડ વિતરણ કાર્યક્રમ યોજાયો

આજરોજ ધ્રોલ મુકામે વી.ડી. બાલા (પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અને નવરંગ નેચરલ ક્લબ, રાજકોટ દ્વારા રાહત દરે ફૂલઝાડ વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગર
(નયના દવે દ્વારા)
જેમાં112 જાતના ફૂલછોડ અને 1000 થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશેષમાં શુદ્ધ મધ, અળસિયાનું ખાતર, પ્લાસ્ટિકના કુંડા અને શાકભાજીના બિયારણનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી વી.ડી. બાલા સાહેબ નિવૃત્ત વન અધિકારી છે અને વર્ષોથી સ્વ-ખર્ચે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. નવરંગ નેચરલ ક્લબ દ્વારા 260 ગામોમાં દર વર્ષે વ્યાજબી દરે વિતરણ કરવામાં આવે છે. તેઓ ધ્રોલ પી.આઈ. શ્રી પી.એન. ખાચર સાહેબના અંગત મિત્ર છે.
પી.આઈ. શ્રી પી.એન. ખાચર સાહેબ પણ પોતાની અંગત જમીનમાં વીરડી (વન વિસ્તાર) બનાવીને પશુપાલકોની ગાય-ભેંસ માટે ઘાસચારા તરીકે ઉપયોગ કરવા આપે છે.
કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અશોકભાઈ છત્રોલા, અતુલભાઈ પટેલ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા, જેમાં પી.આઈ. શ્રી પી.એન. ખાચર સાહેબે પણ હાજરી આપી હતી.











