જીલ્લા પેરોલ-ફર્લો સ્ક્વોડની સફળ કામગીરી:અપહરણ અને પોક્સો કેસમાં નાસતો ફરતો આરોપી ભોગબનનાર સાથે ઝડપાયો.

તારીખ ૨૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગુમ / અપહરણ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પંચમહાલ પેરોલ-ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલા ની સૂચનાથી PSI જે.ડી. તરાલ, પેરોલ ફર્લો સ્ક્વોડ, પંચમહાલ એ ટીમને આવા ગુનાઓના આરોપીઓને શોધવા સારુ સૂચના આપી હતી.જે આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના અ.હે.કો. રમેશભાઈ વાઘજીભાઈ ને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, દામાવાવ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સો અધિનિયમની કલમ-12 મુજબના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી બહારપુરા ચોકડી, ગોધરા ખાતે ઉભો છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ટાફે તપાસ હાથ ધરી આરોપી સંજયભાઈ પુનાભાઈ બારીઆ, રહે. ગદુકપુર નેસ ફળિયું, તા. ગોધરા, જી. પંચમહાલ ને બહારપુરા ચોકડી, ગોધરા ખાતેથી ભોગબનનાર સાથે ઝડપી પાડ્યો હતો. બંનેને હસ્તગત કરી આગળની કાયદેસર કાર્યવાહી માટે દામાવાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો