MORBI:મોરબી કલેક્ટરશ્રીએ વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી

MORBI:મોરબી કલેક્ટરશ્રીએ વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી

મોરબી માનનીય કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે એ વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા, માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા તથા શાળાઓમાં ચાલી રહેલાં વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે શાળાના આચાર્યો અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યાં હતાં.

કલેક્ટરશ્રીએ RMSA સરકારી માધ્યમિક શાળા, કડીયાણાની મુલાકાત દરમિયાન શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સાધનો, ગુણોત્સવના રિપોર્ટ કાર્ડ, વર્ગખંડો, સેનિટેશન, સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા તેમજ શાળામાં ચાલી રહેલા વર્ગખંડના બાંધકામની તપાસ કરી જરૂરી સૂચનો આપ્યાં હતાં. કડીયાણા પે.સેન્ટર પ્રાથમિક શાળાની પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જ્યાં તેમણે વિદ્યાર્થીઓને IAS, IPS અને કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચવા માટે મહેનત, આત્મવિશ્વાસ અને ધ્યેયનિષ્ઠા સાથે અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

મધ્યાહન ભોજન વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધાઓની ચકાસણી કરી હતી તથા ગુણોત્સવના રિપોર્ટ કાર્ડના આધારે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે શાળામાં પ્રાર્થનાસભાખંડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરખાસ્ત તૈયાર કરવા સૂચના આપી હતી.

પીએમ શ્રી શાળા નંબર-૪, હળવદની મુલાકાત દરમિયાન ગુણોત્સવના રિપોર્ટ કાર્ડના આધારે શૈક્ષણિક કામગીરીમાં વધુ સુધારો કરવા જરૂરી સૂચનો આપ્યાં હતાં. વિદ્યાર્થીઓ વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે તે માટે યોગ્ય આયોજન અને તૈયારી કરાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત CWSN ટોયલેટ, સેનિટેશન, વર્ગખંડો, લાઇબ્રેરી, મધ્યાહન ભોજન વ્યવસ્થા, ઔષધીય ગાર્ડન અને ઓક્સિજન ગાર્ડનની મુલાકાત લીધી હતી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો