વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીના પ્રસાર અર્થે માળીયા હાટીના સ્થિત વિવેક વિદ્યા સંકુલ હાઈસ્કૂલ ખાતે વિશેષ યોગ સંવાદ અને યોગ શિબિર યોજાઈ હતી. જિલ્લા કોઓર્ડિનેટર જયંતી કાછડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
શિબિર દરમિયાન યોગ કોચ કિરણબેન કારિયા અને કૃપાબેન સાદરિયા દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત યોગાભ્યાસ, પ્રાણાયામ અને સંતુલિત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ૨૫ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં યોગ ટ્રેનર બનવાની તાલીમ મેળવવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
આગામી ૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન યોજાનારા રાજ્યવ્યાપી মেદસ્વિતા નિવારણ અભિયાનના ભાગરૂપે માળીયા હાટીના ખાતે સરકારી હાઈસ્કૂલ તેમજ રેલવે સ્ટેશન રોડ સ્થિત પે સેન્ટર શાળા ખાતે વિશેષ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન થકી નાગરિકોમાં મેદસ્વિતા સામે લડવા અને તંદુરસ્ત દિનચર્યા કેળવવા માટે જાગૃતિ ફેલાવાશે.













