જૂનાગઢ જિલ્લામાં ૩૦ ઓક્ટોબરે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ : ૧.૫૩ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૩૦.૮૨ કરોડથી વધુની સહાય મળશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં આગામી તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી દેશભરના ખેડૂતો માટે યોજનાના ૨૪મા હપ્તાની રકમ ઓનલાઇન રિલીઝ કરશે. આ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ૧.૫૩ લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા રૂ. ૩૦.૮૨ કરોડથી વધુની સહાય જમા થશે.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે કાઠી સમાજ, બિલખા ખાતે યોજાશે. આ ઉપરાંત જિલ્લાના ૯ તાલુકાઓમાં કુલ ૬૦ જેટલા નિયત સ્થળોએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતો રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકશે.
તાલુકાવાર કાર્યક્રમો અંતર્ગત માળિયા હાટીના, માણાવદર, મેંદરડા, જૂનાગઢ ગ્રામ્ય, વંથલી, વિસાવદર, કેશોદ, માંગરોળ અને ભેંસાણ તાલુકાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓ અને સામાજિક વાડીઓ ખાતે ખેડૂતો એકત્રિત થશે.
કાર્યક્રમ અંગે વધુ વિગત કે માર્ગદર્શન માટે સંબંધિત ગ્રામ સેવક, તલાટી મંત્રી, વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા જણાવાયું છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો