આણંદ એસઓજીના પીએસઆઈ સહિત બે સામે ૨ લાખની લાંચનો ગુનો નોંધાયો, કારમાંથી ૪૯ લાખ રોકડા મળતાં તપાસ તેજ

તસ્વીર:કુંજન પાટણવાડીયા

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી અંતર્ગત આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ વી.એન. રાઠોડ તેમજ પ્રજાજન દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ ભીખાભાઈ પટેલ વિરુદ્ધ ૨ લાખની લાંચ માંગવા અને લેવા અંગે કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન વચેટિયાની કારમાંથી લાખો રૂપિયાની રોકડ મળી આવતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ ફ્રીઝ થયેલું ખાતું ફરીથી શરૂ કરાવવા તેમજ નોંધાયેલા ગુનાના સંદર્ભમાં ફરિયાદીની ધરપકડ નહીં કરવાના બદલામાં બંને આરોપીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે.

​તપાસ સંસ્થા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આરોપી દિલીપભાઈ પટેલની માલિકીની મારુતિ સિયાઝ કારની પંચોની હાજરીમાં તલાશી લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી ૪૯ લાખની શંકાસ્પદ રોકડ રકમ મળી આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને તેનો મુખ્ય હેતુ શું હતો, તે સહિતના તમામ પાસાઓ પર સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ લાંચ કેસમાં  પીએસઆઈ વી.એન.રાઠોડની ધરપકડ હજુ બાકી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમાં ૪૯ લાખની રોકડનો મૂળ સ્ત્રોત શું ખુલે છે તેમજ આ લાંચ પ્રકરણમાં અન્ય કોઈ અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, તે સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો