MORBI:મોરબી જિલ્લામાં કિસાન સન્માન દિવસની ઉજવણી અંતર્ગત પીએમ કિસાન યોજના અંતર્ગત ૨૪મા હપ્તાની સહાય વિતરણ કરાશે

MORBI:મોરબી જિલ્લામાં કિસાન સન્માન દિવસની ઉજવણી અંતર્ગત પીએમ કિસાન યોજના અંતર્ગત ૨૪મા હપ્તાની સહાય વિતરણ કરાશે

તા. ૩૦ ઓક્ટોબરે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગોર ખીજડીયા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ

પીએમ કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત ૨૪મા હપ્તા વિતરણ અર્થે આવતીકાલે તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ મોરબી પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગોર ખીજડીયા – મોરબી ખાતે સવારે ૧૦:૦૦ કલાકે યોજાનાર છે.

આ યોજના અંતર્ગત દેશભરના કરોડો લોકોની સાથે મોરબી જિલ્લાના ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪ માં હપ્તાની સહાય ડી.બી.ટી. (DBT) મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ઉપરાંત વિવિધ યોજનાના પ્રગતિશીલ ખેડૂત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય હુકમ તથા સન્માનપત્રનું વિતરણ કરવામાં આવશે.

મોરબી જિલ્લાના ખેડૂતો આ કિસાન ઉત્સવ દિવસમાં મોટી સંખ્યામાં સહભાગી થાય તેવી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો