માત્ર ૩ વર્ષની ઉંમરે વરેણ્યમ લશ્કરીનો વિશ્વવિક્રમ! ૧૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓને નામથી ઓળખી ગુજરાતનું ગૌરવ વધાર્યું

માત્ર ૩ વર્ષની ઉંમરે વરેણ્યમ હિમાંશુ લશ્કરીની વિશ્વસ્તરે સિદ્ધિ: ૧૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓને નામથી ઓળખી વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગુજરાત સહિત વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનું ગૌરવ વધાર્યું

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નાની ઉંમરે અસાધારણ પ્રતિભા, અદભુત સ્મરણશક્તિ અને ભારતીય ઇતિહાસ પ્રત્યેની જાણકારીનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડતાં વરેણ્યમ હિમાંશુ લશ્કરીએ માત્ર ૩ વર્ષ અને ૨૧ દિવસની ઉંમરે વિશ્વસ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ‘Book of World Records’ દ્વારા તેમને “Youngest Child to Identify and Recognize 100 Freedom Fighters by Name” એટલે કે ૧૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓને નામથી ઓળખનાર સૌથી નાની વયના બાળક તરીકે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

manએનાયત પ્રમાણપત્રમા વરેણ્યમે ૨૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૩ વર્ષ અને ૨૧ દિવસની ઉંમરે ૧૦૦ સ્વાતંત્ર્ય સેનાનીઓને નામથી ઓળખી તેમની ઓળખ દર્શાવી હતી. આ સિદ્ધિને સંસ્થાની વેરિફિકેશન કમિટીએ સમીક્ષા બાદ મંજૂરી આપી હતી. પ્રમાણપત્ર ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જારી કરવામાં આવ્યું છ

બાળપ્રતિભા સાથે દેશના ઇતિહાસ  પ્રત્યેની જાગૃતી….

આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ પૂરતી સીમિત નથી, પરંતુ નાની ઉંમરથી જ બાળકોમાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાન ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રના ઇતિહાસ પ્રત્યે રસ કેળવવાની પ્રેરણા આપે છે. વરેણ્યમની સિદ્ધિ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને અભ્યાસ દ્વારા નાની ઉંમરે પણ અસાધારણ ક્ષમતાઓને વિકસાવી શકાય છે.

આવા પ્રતિભાશાળી બાળકોની સિદ્ધિઓ સમાજમાં નવી પેઢી પ્રત્યે આશા જગાવે છે. માતા-પિતા અને શિક્ષકો માટે પણ આ એક પ્રેરણાદાયક સંદેશ છે કે બાળકોની જિજ્ઞાસા અને શીખવાની ક્ષમતાને ઓળખીને તેમને આગળ વધવાની તક આપવી જોઈએ.

નાની ઉંમર, મોટું સપનું અને દેશના ઇતિહાસને ઓળખવાની અસાધારણ ક્ષમતા — વરેણ્યમ હિમાંશુભાઈ લશ્કરીની આ સિદ્ધિ અન્ય બાળકો માટે પ્રેરણાનું ઉદાહરણ બની રહેશે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો