નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી અને વહીવટી કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક આજ રોજ તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦ કલાકે મહાનગરપાલિકાના ટાઉન હોલ, દેવીના પાર્ક ખાતે મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓમાં વધારો તથા મહાનગરપાલિકાની વહીવટી કામગીરીને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી વિવિધ મહત્વપૂર્ણ કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેને સભામાં બહાલી આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન અગાઉ મળેલી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલા કામોની બહાલી સહિત સ્થાયી સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવેલા વિવિધ કામો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નવસારીના દુધિયા તળાવ ખાતે આવેલા સિનિયર સિટીઝન પાર્કને વધુ સુવિધાસભર બનાવવા માટે તેનું અપગ્રેડેશન કરી પાર્કનો સમય સવારે ૫:૦૦થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી રાખવા અંગેના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ સુવિધાથી શહેરના વરિષ્ઠ નાગરિકો સહિત અન્ય નાગરિકોને પણ લાભ મળશે.

આ ઉપરાંત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને સોંપવામાં આવતી સત્તાવાર કામગીરી તથા આકસ્મિક સરકારી કામકાજ માટે વાહન ભાડે મેળવવાના દરો મંજૂર કરવા અંગે પણ બહાલી આપવામાં આવી હતી. વાહન વ્યવહાર સમિતિના સભ્યોની નિમણૂક સહિત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવેલા કામો પણ બેઠકમાં ચર્ચા માટે રજૂ થયા હતા.

આ બેઠકમાં મેયરશ્રી ઉપરાંત ડેપ્યુટી મેયરશ્રી કેયુર બેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મુકેશ અગ્રવાલ, તમામ પદાધિકારીઓ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી જે.યુ વસાવા, સેક્રેટરી વિભાગના અધિકારીશ્રીઓ, તમામ કોર્પોરેટરશ્રીઓ તથા પ્રેસ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી શહેરના સર્વાંગી વિકાસ, નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને પારદર્શક વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ સામાન્ય સભા મહત્વપૂર્ણ બની રહી હતી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો