ટપાલ વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અદાલત દિવસનું આયોજન

ટપાલ વિભાગને લગતા પ્રશ્નો અને ફરિયાદોના નિરાકરણ માટે સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસીઝ,સાબરકાંઠા ડિવિઝન, હિંમતનગર – ૩૮૩૦૦૧ ની કચેરી ખાતે તારીખ ૦૬-૧૧-૨૦૨૬ (શુક્રવાર) ના રોજ ૧૨:૦૦ કલાકે અદાલત દિવસનું આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલત દિવસ દરમિયાન ટપાલ વિભાગના કર્મચારીઓના સ્ટાફ સંબંધિત પ્રશ્નો, પેન્શન સંબંધિત પ્રશ્નો તથા ડાક વિભાગને લગતી ફરિયાદો સાંભળીને તેનો નિકાલ કરવામાં આવશે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને લગતી જે ફરિયાદો અદાલત દિવસ દરમિયાન રજૂ કરવાની હોય, તે સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસીઝ, સાબરકાંઠા ડિવિઝન. હિમતનગર-૩૮૩૦૦૧ ખાતે તારીખ ૦૪-૧૧-૨૦૨૬ (બુધવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થતી ફરિયાદો ધ્યાને લેવામાં આવશે નહીં.
ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિવિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષય સમાવિષ્ટ ના હોવો જોઈએ.એમ અધિક્ષકશ્રી ડાકઘર સાબરકાંઠા વિભાગ હિંમતનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.










