બ્રિજેશ પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના પાંચ (૫) જેમાં ભરૂચ તાલુકાના તવરા, શેરપુરા, હાંસોટ તાલુકાના કાંટિયાજાળ, અંકલેશ્વર તાલુકાના માટિયેડ અને નેત્રંગનો સમાવેશ થાય છે. ગુણવત્તાયુક્ત સેવાઓના આધારે રાષ્ટ્રીય સ્તરનું NQAS સર્ટિફિકેશન મેળવ્યું છે.
તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ NQAS (National Quality Assurance Standards) અંતર્ગત સાત ફરજિયાત સેવા પેકેજોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, દર્દી સુરક્ષા અને સુવ્યવસ્થિત વ્યવસ્થાના આધારે ઉપરોક્ત સેન્ટરોના ગુણાંક સાથે NQAS સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ હાંસોટ ખાતે યોજાયેલા સામુહિક આરોગ્ય કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સબ હેલ્થ સેન્ટરોને NQAS સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
આ સિદ્ધિ ભરૂચ, હાંસોટ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગની ટીમ માટે ગૌરવની બાબત છે અને ભવિષ્યમાં વધુ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પ્રેરણારૂપ બનશે.









