ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ સબ જેલ ડોકી ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો.

તા.૦૧.૧૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ સબ જેલ ડોકી ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર નાં પ્રેરણાસ્ત્રોત અને ઉર્જાવાન આદરણીય યોગ સેવક શિશપાલજી નાં માર્ગદર્શન હેઠળ ઝોન 3 ના ખૂબ જ ઉત્સાહિત આદરણીય ઝોન કો ઓર્ડીનેટર પિન્કીબેન ની સલાહ મુજબ દાહોદ સબ જેલ ડોકી ખાતે યોગ સંવાદ યોજાયો.જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય ની તમામ જેલો મા બંદીવાન ભાઇઓ સ્વસ્થ અને નીરોગી રહે તે માટે 365 દિવસ યોગ સાધક ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામા બંદીવાન ભાઇઓ પણ યોગ ટીચર બનવા માટે તૈયાર થયા જેનો હેતુ સમગ્ર દાહોદ જીલ્લામાં યોગનું વાતાવરણ બને તેવો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આદરણીય જેલ એસપી ગમારા સાહેબ, સુબેદાર ડામોર સાહેબ, મેહુલભાઇ ચરપોટ સાહેબ, ગણાવા સાહેબ, શર્મા સાહેબ,જીલ્લા યોગ કો ઓર્ડીનેટર ધુળાભાઇ પારગી ફતેપુરા તાલુકા યોગ કોચ શંકરભાઇ કટારા , યોગ ટ્રેનર આશાબેન મછાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.. છેલ્લે, કરો યોગ, રહો નિરોગ યોગ ભગાવે રોગ યોગમય ગુજરાત, જય જય ગરવી ગુજરાત ઘર ઘર પે હમ જાયેંગે, સબકો યોગ સિખાયેંગે.ભારત માતા કી જય નાં નારા સાથે યોગ સાધક ક્લાસની આભારવિધિ કરવામાં આવી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો