*ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ઉજવણી માટે ડેડીયાપાડા ખાતે કાર્યક્રમો યોજાશે*


તાહિર મેમણ – ડેડીયાપાડા -02/11/2026 – ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના આદિજાતિ વિસ્તાર ધરાવતા 14 જિલ્લાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગે આજે રાજ્યકક્ષાએ આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
વીડિયો કોન્ફરન્સમાં નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આવી વાળા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ જોડાયા હતા. રાજ્યકક્ષાએથી ઉજવણીના કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આદિજાતિ વિસ્તાર ધરાવતા જિલ્લાઓમાં વિધાનસભા મતવિસ્તાર મુજબ કાર્યક્રમો યોજવાનું આયોજન છે. તે મુજબ નર્મદા જિલ્લામાં બે કાર્યક્રમો યોજાશે:
• નાંદોદ વિધાનસભા મતવિસ્તાર: શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલનું મેદાન
• દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તાર: પીઠા ગ્રાઉન્ડ, દેડિયાપાડા
આ વીડિયો કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, પ્રાંત અધિકારી સર્વશ્રી સુશ્રી પરશનજીત કૌર, સુશ્રી જૂહી પાંડે, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વી.બી.દરજી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વશ્રી સુશ્રી પિનાકિની ભગોરા, શ્રી રણજિતસિંહ કટારિયા, પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








