વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્ય સરકારના ગૃહ વિભાગના ઉપક્રમે ૩૧ ઓક્ટોબરથી ૭ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે આ ઉજવણીની મુખ્ય થીમ “Probity for Prosperity – સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ” રાખવામાં આવી છે.
આ સપ્તાહ અંતર્ગત જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ‘ફરજ પ્રત્યે નિષ્ઠા’ના શપથ લીધા હતા. ઉપસ્થિત સ્ટાફે પોતાની દૈનિક ફરજો નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતા, પારદર્શિતા અને સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સરકારી વહીવટમાં નૈતિક મૂલ્યો જાળવી રાખવા તેમજ ભ્રષ્ટાચારમુક્ત કાર્યશૈલી અપનાવવા માટે સૌએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.











