રાજ્ય સરકારના ગૃહ વિભાગના ઉપક્રમે તા. ૩૧ ઓક્ટોબરથી તા. ૦૭ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની ઉજવણીની મુખ્ય થીમ *“Probity for Prosperity – સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ”* રાખવામાં આવી છે. આ સપ્તાહ અંતર્ગત આજે જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે કચેરીના તમામ અધિકારીઓ અને કર્મયોગીઓએ ‘ફરજ પ્રત્યે નિષ્ઠા’ના શપથ લીધા હતા.આ પ્રસંગે ઉપસ્થિત તમામ કર્મયોગીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારી સાથે નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. સરકારી કામગીરીમાં ઈમાનદારી, નૈતિક મૂલ્યો અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવી રાખવા સૌએ ગૌરવપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










