સતર્કતા જાગૃતિ સપ્તાહ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ભુજના કર્મયોગીઓએ પ્રામાણિકતા અને સતર્કતાના શપથ લીધા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૨ નવેમ્બર : દેશભરમાં ઉજવાઈ રહેલા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ–૨૦૨૬’ અંતર્ગત આજે જિલ્લા માહિતી કચેરી, ભુજ ખાતે ફરજ બજાવતા કર્મયોગીઓએ ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ માટે પ્રામાણિકતા, સતર્કતા, પારદર્શિતા અને નિષ્ઠાના શપથ લીધા હતા.આ પ્રસંગે સિનિયર સબ એડિટર ગૌતમ પરમારે ઉપસ્થિત તમામ કર્મયોગીઓને સતર્કતાના શપથ લેવડાવ્યા હતા. શપથ દરમિયાન કર્મયોગીઓએ દેશની આર્થિક અને સામાજિક પ્રગતિમાં ભ્રષ્ટાચારને મુખ્ય અવરોધ ગણાવી તેના નિર્મૂલન માટે સરકાર, નાગરિકો અને ખાનગી ક્ષેત્ર સહિત તમામ હિસ્સેદારોએ સાથે મળીને પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે જનજાગૃતિ કેળવવાના હેતુથી રાજ્યભરમાં તા. ૦૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘વિજિલન્સ અવેરનેસ વીક’ (સતર્કતા જાગૃતિ સપ્તાહ–૨૦૨૬)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના માધ્યમથી સમાજના તમામ વર્ગોમાં પ્રામાણિકતા, જવાબદારી અને પારદર્શિતાનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો