વઘઈમાં RSSના વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી : શસ્ત્રપૂજન બાદ પથ સંચલન યોજાયું, ગ્રામજનોએ પુષ્પવર્ષા કરી સ્વયંસેવકોનું સ્વાગત કર્યું

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન અને વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શસ્ત્રપૂજન, બૌદ્ધિક માર્ગદર્શન અને કુટુંબ પ્રબોધન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ વઘઈ નગરમાં સંઘના સ્વયંસેવકો દ્વારા શિસ્તબદ્ધ પથ સંચલન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સૈનિક છગનભાઈ ફુફાણિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય વક્તા તરીકે નવસારી વિભાગના સહકાર્યવાહ ડૉ. વસંતભાઈ ગાવિતે સંઘની ૧૦૦ વર્ષની યાત્રા, વિજયાદશમીનું મહત્ત્વ, શસ્ત્રપૂજનની પરંપરા અને રાષ્ટ્રસેવામાં સ્વયંસેવકોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે શક્તિની આરાધના સાથે તેના સદુપયોગ, નિઃસ્વાર્થ કર્મ, રાષ્ટ્રપ્રેમ અને સમાજસેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સાથે જ ભારતીય સંસ્કૃતિ, સ્વદેશી, નાગરિક કર્તવ્ય, પાણી અને વીજળીની બચત, કાયદાનું પાલન, અનુશાસન તથા પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર સ્વયંસેવકોને પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ સ્વયંસેવક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વઘઈ તાલુકા સંઘચાલક કૃષ્ણકાંતભાઈ, તાલુકા કાર્યવાહ મહેશભાઈ, સહ કાર્યવાહ કૈલાસભાઈ ચૌધરી, વીએચપીના વલસાડ વિભાગના સહમંત્રી રવિભાઈ સૂર્યવંશી, વીએચપીના ડાંગ જિલ્લા મંત્રી બ્રિજેશભાઈ ઠાકર સહિતના આગેવાનો, મહાનુભાવો અને ગ્રામજનો જોડાયા હતા.

ઉત્સવનું વિશેષ આકર્ષણ વઘઈ નગરમાં યોજાયેલું પથ સંચલન રહ્યું હતું. ગણવેશધારી સ્વયંસેવકો શિસ્તબદ્ધ રીતે નગરના વિવિધ માર્ગો પરથી પસાર થયા હતા. આ દરમિયાન નગરજનો અને ગ્રામજનોએ ઠેરઠેર પુષ્પવર્ષા કરી સ્વયંસેવકોનું સ્વાગત કર્યું હતું. જેના પગલે સમગ્ર નગરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા બાદ ૧૦૧મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજાયેલા આ ઉત્સવમાં સંગઠનશક્તિ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, વ્યક્તિ નિર્માણ અને રાષ્ટ્રસેવાના વિચારોને આગળ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો