MORBI :મોરબી મહાનગરપાલિકા, સ્વદેશી મેળા અંતર્ગત સાઈબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

MORBI :મોરબી મહાનગરપાલિકા, સ્વદેશી મેળા અંતર્ગત સાઈબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાના આયોજન અંતર્ગત નાગરિકોમાં સાઈબર ક્રાઈમ અંગે જાગૃતિ આવે અને ડિજિટલ વ્યવહારો દરમિયાન થતી ઓનલાઈન છેતરપિંડીથી લોકો સુરક્ષિત રહી શકે તેવા હેતુથી આજ રોજ **સાઈબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ**નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી, ફેક કોલ, અજાણી લિંક, OTP ફ્રોડ, બેંકિંગ ફ્રોડ, ડિજિટલ પેમેન્ટ દરમિયાન રાખવાની સાવચેતી તેમજ સોશિયલ મીડિયા સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સાઈબર ગુનાનો ભોગ બન્યા હોય ત્યારે ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી તે અંગે પણ માહિતી આપવામાં આવશે.

 

આ કાર્યક્રમમાં મોરબી શહેરના નાગરિકો, વેપારીઓ, સ્વસહાય જૂથોની બહેનો તથા મેળામાં ઉપસ્થિત તમામ મુલાકાતીઓને મોટી સંખ્યામાં જોડાઈ સાઈબર સુરક્ષા અંગે જાગૃત બનવા અપીલ કરવામાં આવે છે.તારીખ: આજ રોજ, તા. ૦૩/૧૧/૨૦૨૬- સમય: રાત્રે ૦૯:૦૦ કલાકેરત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ, મોરબી સજાગ રહીએ, સુરક્ષિત રહીએ – સાઈબર ક્રાઈમ મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનીએ.**

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો