ચંદ્રવદન બી મકવાણા
ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ લાવવા, જમીનની ફળદ્રુપતા જાળવવા તથા ખેતીમાં રાસાયણિક ખાતરો અનેજંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડવાના હેતુથી વલસાડ જિલ્લામાં “ખેત બચાવો અભિયાન” અંતર્ગત તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનુંઆયોજન કરવામાં આવી રહ્યું છે.

તા. ૨૭/૧૦/૨૦૨૬થી આજદિન સુધીમાં વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં કુલ ૧૨૯ તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયાછે, જેમાં કુલ ૬,૪૦૪ ખેડૂતોએ ભાગ લીધો છે. તાલુકાવાર વિગતો જોઈએ તો, ધરમપુર તાલુકામાં ૩૦ કાર્યક્રમો દ્વારા ૧,૫૬૮ ખેડૂતો, ઉમરગામ તાલુકામાં ૨૬ કાર્યક્રમો દ્વારા ૧,૧૫૯ ખેડૂતો, વલસાડ તાલુકામાં ૧૪ કાર્યક્રમો દ્વારા ૬૪૮ ખેડૂતો, કપરાડા તાલુકામાં ૧૫કાર્યક્રમો દ્વારા ૭૬૬ ખેડૂતો, પારડી તાલુકામાં ૧૧ કાર્યક્રમો દ્વારા ૫૭૦ ખેડૂતો તથા નાનાપોંઢા તાલુકામાં ૩૩ કાર્યક્રમો દ્વારા ૧,૬૯૩ખેડૂતો સુધી અભિયાનનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.
આ કાર્યક્રમો દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો — બીજામૃત, જીવામૃત/ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્ર પાક પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત જમીનમાં જૈવિક પ્રવૃત્તિ વધારવી, ભેજ જાળવવો, ખેતરમાં ઉપલબ્ધ કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો, પાકની વિવિધતા અપનાવવી તથા ખેતી ખર્ચ ઘટાડવા જેવી બાબતોઅંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. “ખેત બચાવો અભિયાન”નો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિતકરવાનો, જમીનનું સ્વાસ્થ્ય જાળવવાનો અને ખેતીને પર્યાવરણમૈત્રી તથા લાંબા ગાળે ટકાઉ બનાવવાનો છે.
આ અભિયાન દ્વારા વધુમાં વધુ ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતીનો સંદેશ પહોંચાડીને તેમને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓઅપનાવવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.











