રોડ સેફ્ટી અંતર્ગત પશુઓ સાથે વાહન અકસ્માત નિવારવા રિફ્લેક્ટેડ રેડિયમ પટ્ટી લગાડવા મા આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ ્

માંડવી,તા-૦૪ નવેમ્બર : કચ્છ કલેક્ટર નાં માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ,પોલિસ વિભાગ (પશ્ચિમ કચ્છ), RTO કચેરી – ભુજ અને SPCA કચ્છ ની સંયુક્ત કામગીરી કચ્છ જીલ્લામાં નવેમ્બર થી માર્ચ ૨૦૨૬ સુધી કચ્છ જીલ્લામાં વિવિધ પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓની વધારે પ્રમાણમાં અવર-જવર રહેતી હોય છે. જે અન્વયે કચ્છ કલેકટર નાં માર્ગદર્શન હેઠળ રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત ભુજથી ધોરડો જે બહોળુ પશુધન ધરાવતું વિસ્તાર છે. જ્યાં રાત્રીનાં સમયે પ્રવાસીઓ અને અન્ય સ્થાનિક લોકોનાં ભુતકાળનાં પશુઓ સાથે રોડ અકસ્માત થયેલ હતાં.

જે અટકાવવા માટે તા.૦૨/૧૧/૨૦૨૬ નાં રોજ પશુપાલન વિભાગ કચ્છ, પોલિસ વિભાગ (પશ્ચિમ કચ્છ), RTO કચેરી – ભુજ અને પ્રાણી કૃરતા અત્યાચાર નિવારણ સોસાયટી કચ્છનાં સંયુક્ત ઉપક્રમે ગાય અને ભેંસ વર્ગનાં પશુઓનાં શીંગડા પર રિફ્લેક્ટેડ લાલ રેડિયમ પટ્ટી લગાડવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ. જેમાં ૩૩૦ જેટલા પશુઓને આવરી લેવામાં આવેલ હતાં. આ કાર્યક્રમ નવેમ્બર થી માર્ચનાં પ્રવાસીઓનાં ટુરીઝમ મહિના દરમ્યાન સતત ચાલુ રહેશે.આ કાર્યક્રમમાં પ્રાણી કૃરતા અત્યાચાર નિવારણ સોસાયટી કચ્છનાં ઓર્થોરાઈઝડ પર્સન જયેન્દ્ર ભાટિયા, પશિચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ભીરંડીયારા, તા.ભુજનાં ડૉ.પલકબેન વૈધ,RTO કચેરી -ભુજનાં અધિકારી, હિતેશભાઈ ચૌધરી અને પોલિસ વિભાગ (પશ્ચિમ કચ્છ)નાં જીલ્લા ટ્રાફિક PSI આર.વી.જોષી હાજર રહેલા હતાં તેવું નાયબ પશુપાલન નિયામક, ડૉ.રાજેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો