ચંદ્રવદન બી મકવાણા 

વલસાડ શહેરમાં પત્રકારોના હિત અને કલ્યાણ અર્થે કાર્યરત પત્રકાર સંગઠન, જે અગાઉ ‘વલસાડ મીડિયાએસોસિએશન’ તરીકે કાર્ય કરતું હતું, તેની સત્તાવાર રીતે ‘વલસાડ જર્નાલિસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ’ તરીકે નોંધણી સંપન્ન થઈ છે. નોંધણીપ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજરોજ ટ્રસ્ટીઓ અને પત્રકાર મિત્રોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાંસર્વસંમતિથી ટ્રસ્ટના સત્તાવાર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
બેઠકમાં સંસ્થાપક ટ્રસ્ટી દિવ્યેશભાઈ પાંડે (તંત્રી,વલસાડ ટુડે),ટ્રસ્ટી ગુલઝારભાઈ ખાન (ચેરમેન, સત્ય મીડિયા ગ્રૂપ),ટ્રસ્ટી ઇલ્યાસભાઈ મલેક ‘મામૂ‘ (તંત્રી, વિશ્વાસ ટુડે), ટ્રસ્ટી રાજેશભાઈ ભાનુશાલી રાજાભાઈ (ડાયરેક્ટર, TV 13 ન્યુઝ ચેનલ / તંત્રી, વલસાડ ભૂમિ), ટ્રસ્ટી મયુરભાઈ જોષી (બ્યુરો ચીફ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ જિલ્લો), ટ્રસ્ટી નીરવભાઈ પિત્રોડા (તંત્રીશ્રી, વલસાડલાઈવ) સહિત ઉપસ્થિત અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં નીચે મુજબના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ:ગુલઝારભાઈ ખાન (ચેરમેન, સત્ય મીડિયા ગ્રૂપ), ઉપપ્રમુખ: રાજેશભાઈ ભાનુશાલી (ડાયરેક્ટર, TV 13 ન્યુઝ / તંત્રી, વલસાડભૂમિ),
ઉપપ્રમુખ: મેહુલભાઈ પટેલ (બ્યુરો ચીફ, દિવ્ય ભાસ્કર – વલસાડ), ખજાનચી: મયુરભાઈ જોષી (બ્યુરો ચીફ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ), મંત્રી: નીલિમાબેન પટેલ (તંત્રી, ગોલ્ડન ન્યુઝ), મંત્રી: રોનકભાઈ ડાંગ (વાપી ટુ તાપી અખબાર) અને સહમંત્રી: તુષારભાઈપંચાલ (તંત્રી, વલસાડ બુલેટિન)નો સમાવેશ થાય છે. નવા વરાયેલા હોદ્દેદારોની જાહેરાત થતાં જ ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોએતાળીઓના ગડગડાટ સાથે નિમણૂકોને હર્ષભેર વધાવી લીધી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી, ઉપપ્રમુખ અને પ્રવક્તા રાજેશભાઈ ભાનુશાલી (રાજાભાઈ) એ જણાવ્યું કે, આ ટ્રસ્ટ માત્ર એકસંગઠન પૂરતું સીમિત ન રહેતાં આગામી દિવસોમાં પત્રકારોના હકો, તેમના પરિવારોની સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ માટેસક્રિય ભૂમિકા ભજવશે. આ સાથે જ લોકસેવા, સમાજ સેવા અને રચનાત્મક પ્રવૃત્તિઓ થકી સમાજમાં એક સકારાત્મક યોગદાનઆપશે તેમજ પત્રકાર એકતાને વધુ સુદ્રઢ બનાવવા સતત કાર્યરત રહેશે









