ચંદ્રવદન બી મકવાણા

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત મેરા યુવા ભારત (MY Bharat), વલસાડ દ્વારા વાપી ખાતે રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીમાં ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુયુવાનોને લોકશાહી પ્રક્રિયા સાથે જોડવા, મતદાનના મહત્વ અંગે જાગૃત કરવા તેમજ જનપ્રતિનિધિઓ અને યુવાનો વચ્ચે સીધો સંવાદસ્થાપિત કરવાનો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વાપી મહાનગરપાલિકાનાં મેયર દક્ષાબેન પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ તથા જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરીઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન યોજાયેલા ‘યુવા સંવાદ – Know Your Vote’ સત્રમાં યુવાનોએ જનપ્રતિનિધિઓ સાથે લોકશાહી અનેમતદાન સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મુક્તપણે ચર્ચા કરી હતી. યુવાનોએ જનપ્રતિનિધિઓને પ્રશ્નો પૂછ્યા હતા કે, એકનાગરિક તરીકે તેમના મતની વાસ્તવિક શક્તિ શું છે, યોગ્ય જનપ્રતિનિધિની પસંદગી કેવી રીતે કરવી જોઈએ, મતદાનથી દેશનાવિકાસ પર શું અસર થાય છે તેમજ લોકશાહી વ્યવસ્થામાં યુવાનોની શું ભૂમિકા હોવી જોઈએ.
જનપ્રતિનિધિઓએ યુવાનોના પ્રશ્નોના જવાબ આપતાં મતદાનના અધિકાર અને જવાબદારી, નિષ્પક્ષ મતદાન, જાગૃતનાગરિકતા તથા લોકશાહીને મજબૂત બનાવવામાં યુવાનોની સક્રિય ભાગીદારીના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણેયુવાનોને કોઈપણ પ્રકારના પ્રલોભન કે દબાણ વિના પોતાના વિવેકથી મતદાન કરવા તેમજ અન્ય નાગરિકોને પણ મતદાન પ્રત્યે જાગૃતકરવા પ્રેરિત કર્યા હતા.
આ સંવાદના માધ્યમથી યુવાનોને સમજવાની તક મળી હતી કે, લોકશાહી માત્ર મતદાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ એકજાગૃત નાગરિક તરીકે સતત સક્રિય ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે. આ કાર્યક્રમ યુવાનો અને જનપ્રતિનિધિઓ વચ્ચેવિચારોના આદાનપ્રદાન માટે એક સાર્થક મંચ સાબિત થયો હતો.
આ કાર્યક્રમનું આયોજન મેરા યુવા ભારત, વલસાડ દ્વારા યુનિવર્સિટીના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.