ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠન ના પ્રતિનિધિ મંડળની મુખ્યમંત્રી અનેનાયબ મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ મુલાકાત..

ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠન ના પ્રતિનિધિ મંડળની મુખ્યમંત્રી અનેનાયબ મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ મુલાકાત..

ગ્રામ પંચાયતોના વિકાસકાર્યો, ૧૬ મા નાણાપંચની નીતિ, VB-G RAM G યોજના અને સરપંચોની મુશ્કેલીઓ અંગે રજૂઆત…

*ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનના પ્રદેશ પ્રતિનિધિ મંડળ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરવામાં આવી હતી.*

*આ મુલાકાત દરમિયાન ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ, સરપંચોને વિકાસકાર્યો દરમિયાન પડતી વહીવટી અને વ્યવહારિક મુશ્કેલીઓ તથા ગ્રામ પંચાયતોને વધુ સશક્ત બનાવવા અંગે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનના પ્રતિનિધિ મંડળે રાજ્યના તમામ સરપંચોનો અવાજ બનીને ગ્રામ્ય સ્તરે વિકાસકાર્યોના અમલીકરણમાં પડતી મુશ્કેલીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી.*

મુલાકાત દરમિયાન રજૂ કરવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ

(૧) ગ્રામ પંચાયતોના વિકાસકાર્યોમાં પડતી મુશ્કેલીઓ:
ગ્રામ પંચાયતોમાં વિકાસકાર્યોના આયોજન, મંજૂરી,અમલીકરણ અને વહીવટી પ્રક્રિયામાં સરપંચોને પડતી મુશ્કેલીઓના યોગ્ય નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી.

(૨) ૧૬ મા નાણાપંચની નીતિ અંગે ચર્ચા:
૧૬ મા નાણાપંચની નીતિઓ અને તેની જોગવાઈઓના અમલીકરણ અંગે ગ્રામ પંચાયતોને પડતી મુશ્કેલીઓ, ગ્રાન્ટના યોગ્ય ઉપયોગ તથા ગામના વિકાસકાર્યોને અસર કરતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

(૩) VB-G RAM G યોજના અંગે રજૂઆત:
VB-G RAM G યોજના હેઠળ ગ્રામ પંચાયતો અને સરપંચોને કામકાજ દરમિયાન પડતી મુશ્કેલીઓ, યોજનાના અસરકારક અમલીકરણ તથા ગ્રામ્ય રોજગાર અને વિકાસ કાર્યોને સરળ બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

(૪) સરપંચો સામે સસ્પેન્શનની કાર્યવાહી અને નિયમો:
વિવિધ પ્રકારના દબાણના સંજોગોમાં સરપંચો સામે થતી સસ્પેન્શનની કાર્યવાહી, સંબંધિત નિયમો અને કાયદાકીય પ્રક્રિયા અંગે ચર્ચા કરી, સરપંચોને ન્યાયસંગત પ્રક્રિયા અને યોગ્ય તક મળે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

(૫) સરપંચોના અધિકારો અને ગ્રામ સ્વરાજનું સશક્તિકરણ:
ગ્રામ પંચાયતોને વધુ સત્તા અને સ્વાયત્તતા મળે, સરપંચો સન્માનપૂર્વક ગામના વિકાસ કાર્યો કરી શકે અને સરકાર તથા ગ્રામ પંચાયત વચ્ચે સંકલન વધુ મજબૂત બને તે અંગે વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રદેશ પ્રતિનિધિમંડળમાં ઉપસ્થિત હોદ્દેદારો

અરવિંદકુમાર ગોહિલ પ્રદેશ અધ્યક્ષ,રામસિંહ ચાવડા પ્રદેશ ઉપાધ્યક્ષ,જગદીશ પ્રજાપતિ પ્રદેશ મહામંત્રી, ડી.કે. ઠાકોર પ્રદેશ મહામંત્રી,
નારણભાઈ એલ જોષી પ્રદેશ મંત્રી,જલ્પાબેન પટેલ,સત્યેશા લેઉવા,તેહેશીના મલેક, લાડજીજી ઠાકોર,મેરુભા સોલંકી સહીત ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનના સમગ્ર પ્રદેશ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંગઠનનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય સરકાર અને ગ્રામ પંચાયતો વચ્ચે સેતુરૂપ બનીને ગુજરાતના તમામ સરપંચોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો, ગ્રામ પંચાયતોને સશક્ત બનાવવાનો અને ગામડાંઓના સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો