ચંદ્રવદન બી મકવાણા

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામે નૂતન નગરમાં ગંગા માતાના મંદિરે ‘‘જાગૃત મહિલા, સુરક્ષિત મહિલા – સશક્ત સમાજની ઓળખ’’ની ટેગલાઈન સાથે ઘરેલું હિંસાથી સ્ત્રીઓનું રક્ષણઅધિનિયમ–૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મહિલાઓને ઘરેલું હિંસાનાવિવિધ સ્વરૂપો, કાયદાકીય અધિકારો, ઉપલબ્ધ કાનૂની સહાય, મહિલા કલ્યાણની સરકારી યોજનાઓ તથા સ્વરોજગાર અનેગૃહઉદ્યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ યોજનાઓના પેમ્પલેટનું વિતરણ કરી મહિલાઓમાં કાયદાકીય અનેયોજનાકીય જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કુલ ૧૫૫ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.











