HALVAD:હળવદમાં ખુલ્લા પ્લોટમાં બાવળની આડમાં ચાલતા વિદેશી દારૂના ધંધાનો પર્દાફાશ : એક શખ્સ ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન બાતમીના આધારે પોલીસે એક ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટની આડ બનાવીને ચાલતા વિદેશી દારૂ અને બિયરના વેચાણના અડ્ડા પર સફળ દરોડો પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વિસ્તારના એક ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટની આડશ ઊભી કરીને છુપી રીતે વિદેશી દારૂ અને બિયરનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક તે પ્લોટ પર રેડ કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મનસુખભાઈ ઉર્ફે મુન્નો લવજીભાઈ ગોયલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની બોટલો તેમજ કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના ટીન સહિત કુલ રૂ. ૧૯,૧૩૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન (પ્રોહિ.) એક્ટ હેઠળ કાયદેસરની ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ ધંધામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે દિશામાં પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.












