દિવાળીના પર્વે કેશોદ સર્વોદય સેવા ટ્રસ્ટનો સેવાયજ્ઞ: 181 જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ, ફરસાણ અને અનાજ કીટનું વિતરણ

દિવાળીના પાવન પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોના ઘરમાં પણ તહેવારની ખુશીઓ છવાય અને કોઈ પરિવાર તહેવારની ઉજવણીથી વંચિત ન રહે તેવા સેવાભાવ સાથે કેશોદ સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા રઘુનંદન એપાર્ટમેન્ટ ખાતે નિઃશુલ્ક મીઠાઈ, ફરસાણ તથા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા કુલ 181 જરૂરિયાતમંદ પરિવારોને કીટ અર્પણ કરી દિવાળીની ખુશીઓમાં સહભાગી બનવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.કેશોદ સર્વોદય સેવા ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાભેરુના માર્ગદર્શન હેઠળ તહેવારોના પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓને દવાખાને અવરજવર માટે સહાય તેમજ ટિફિનની વ્યવસ્થા સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આજરોજ દાતાશ્રી પિયુષભાઈ કોટેચાના સહયોગથી મોટા પ્રમાણમાં મીઠાઈ, ફરસાણ અને અનાજની કીટ તૈયાર કરી જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવી હતી.આ પ્રસંગે કેશોદના લોકલાડીલા ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના નિલેશ રાભેરુના જણાવ્યા મુજબ આ સેવાકીય આયોજન અંતર્ગત કુલ 181 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના પર્વે જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી લાવવાના ઉમદા આશય સાથે યોજાયેલા આ સેવાયજ્ઞને ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ બિરદાવ્યો હતો. તહેવારોની સાચી ઉજવણી માનવસેવા, સંવેદના અને પરસ્પર સહયોગમાં રહેલી છે તેવો પ્રેરણાદાયી સંદેશ આ આયોજન દ્વારા આપવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો