નાની ખાખર સંસ્થા દ્વારા જરૂરીયાતમંદ દિવ્યાંગ પરીવારોને મિષ્ટાન, ફરસાણ કીટ નુ વિતરણ કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા.૦૫ નવેમ્બર : દિવાળી પર્વ પ્રસંગે શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર દ્વારા દાતા અક્ષરનિવાસી વાલબાઇ પ્રેમજી નારણભાઈ છભાડિયા આસંબીયા ના સહયોગ થી ત્રીસ જેટલા જરૂરીયાતમંદ દિવ્યાંગ પરીવારોને હરેશભાઈ છભાડીયા , સંસ્થાના મંત્રી હોથુજી પી. જાડેજા , ટ્રસ્ટી કુસુમબેન ગાલા , નાનજીભાઈ કોલી , વ્યવસ્થાપકશ્રી ખુશાલભાઈ ગાલા,એડવોકેટ ગાયત્રીબા જાડેજા , હરેશભાઈ આસાણી ની ઉપસ્થિતી માં મિષ્ટાન અને ફરસાણ ની કીટ નું વિતરણ કરવામાં આવેલ તેમજ જુદા જુદા દાતાશ્રીઓના સહયોગ થી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા જરૂરીયાતમંદ લોકોને દિવાળી ના પાવન પ્રસંગે સંસ્થા દ્વારા સંસ્થાના કર્મચારી હમીરભાઈ રબારી ના હસ્તે વસ્ત્ર વિતરણ કરવામાં આવેલ.

આ સંસ્થા દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે. અને નિરાધાર દિવ્યાંગો ને રહેવા જમવાની સુવિધા સાથે વિના મૂલ્યે આશ્રય આપવામાં આવે છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો