MORBI:મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠક સંપન

મોરબી મહાસંઘની જિલ્લા કારોબારીમાં માળિયા અને વાંકાનેર તાલુકાની નવી ટીમની ઘોષણા કરવામાં આવી.
મોરબી મહાસંઘની કારોબારીમાં નવ નિયુક્ત કેળવણી નિરીક્ષકોને સન્માનિત કરાયા
મોરબી મહાસંઘની કારોબારીમાં ત્રણ પ્રસ્તાવો પારિત કરાયા

મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે, શિક્ષકોથી,શિક્ષકો દ્વારા કે.જી.થી પી.જી.સુધી ચાલતું સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જે શિક્ષકોના હિતોના રક્ષણ માટે, શિક્ષકોના પ્રશ્નો માટે સતત,અવિરત, કાર્યરત સંગઠન છે,શિક્ષકોના પ્રશ્નનોની સાથે સાથે રાષ્ટ્રસેવા માટે પણ શૈક્ષિક મહાસંઘ સમર્પિત છે,ત્યારે અખિલ ભારતીય સ્તરે 15 લાખ જેટલી સભ્ય સંખ્યા ધરાવતા આ સંગઠનમાં નિયમિત રીતે ત્રણ મહિને અખિલ ભારતીય સ્તરે બેઠક મળે છે,એ ક્રમ મુજબ દર ત્રણ મહિને પ્રાંત કારોબારી બેઠક મળે છે,અને એજ રીતે જિલ્લા સ્તરે કારોબારી બેઠક મળતી હોય છે એ અન્વયે નિલકંઠ વિદ્યાલય-મોરબી ખાતે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી ખુબજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં કારોબારી બેઠક યોજાઈ જેમાં સૌ પ્રથમ દિપ પ્રજવલ્લન બાદ મહિલા ઉપાધ્યક્ષ કિરણબેન આદ્રોજાએ સરસ્વતી વંદના દ્વારા બેઠકનો શુભારંભ કરાવ્યો હતો,ત્યારબાદ કાર્યક્રમના સંચાલક સંજયભાઈ ગઢવીએ સૌનું શાબ્દિક અભિવાદન કર્યા બાદ ગત મિટિંગની પ્રોસીડિંગનું વાંચન : મંત્રી પ્રવિણભાઈ ધોળુએ કર્યું.ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રાંત પ્રચારક વિપુલભાઈ અઘારાએ ઉપસ્થિત સૌને પાથેય પૂરું પાડ્યું હતું, અખિલ ભારતીય સ્તરેથી પારિત થયેલા પ્રસ્તાવ નં. ૧ એ.આઈ.(AI) ના યુગમાં ડિજિટલ સમાજ અને માનવ મૂલ્યો નું વાંચન : નિરવભાઈ બાવરવા,પ્રસ્તાવ નં.-૨ જાહેર પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાનું વાંચન : રાજુભાઈ ગોહિલે કર્યું ત્યારબાદ હમારા વિદ્યાલય, હમારા તીર્થ : વિશે રમણિકભાઈ વડાવીયાએ વિસ્તૃત વાતો કરી હતી પ્રસ્તાવ નં. ૩ શિક્ષણ અને શિક્ષકો સાથે જોડાયેલા મુખ્ય મુદ્દાઓનો સમયબદ્ધ ઉકેળનું વાંચન જયશ્રીબેન રાજકોટિયાએ કર્યા બાદ

મંડળ રચના અંગે ચર્ચા : કિરીટભાઈ દેકાવડિયાએ કરી હતી આગામી 7,મી ફેબ્રુઆરીએ અડાલજ ખાતે યોજાનાર એક દિવસીય અધિવેશન અંગેની વિસ્તૃત ચર્ચા : નવ નિયુક્ત પ્રાંત મહામંત્રી હિતેશભાઈ ગોપાણીએ કરી ત્યારબાદ સંગઠન વિસ્તાર અને સંગઠનનાં કાર્યો અંગે ચર્ચા : જિલ્લા સંગઠન મંત્રી કરસનભાઈ ડોડીયાએ રજૂ કર્યાબાદ સંગઠન દ્વારા કરવામાં આવેલાં કાર્યોની સંગઠનના માધ્યમથી ઉકેલાયેલા પ્રશ્નો, સમસ્યાઓની છણાવટ દિનેશભાઈ વડસોલાએ કરી હતી.તાજેતરમાં પ્રાંત મહામંત્રી તરીકે દાયિત્વ સંભાળનાર હિતેશભાઈ ગોપણીનું જિલ્લા તાલુકાના તમામ કાર્યકર્તાઓએ અદકેરું અભિવાદન કર્યું હતું.
જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલાએ માળિયા અને વાંકાનેર તાલુકાની નવી ટીમની જાહેરાત તથા નવા કાર્યકર્તાઓને જવાબદારીની ઘોષણા કરવામાં આવી અને પુસ્તકોથી સન્માનિત કરવામાં આવ્યા અંતમા નિરવભાઈ બાવરવાએ કલ્યાણ મંત્ર કરાવી બેઠકનું સમાપન કરાવ્યું હતું.












