હાલોલમાં સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી તાપીના વેપારી સાથે ₹૬.૫૦ લાખની છેતરપિંડી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૧૧.૨૦૨૬

 

હાલોલ-વડોદરા બાયપાસ હાઈવે પર આવેલી એસ.જે.જી. કંપનીના ગેટ પાસે સસ્તા ભાવે અમેરિકન ડોલર આપવાની લાલચ આપી ત્રણ અજાણ્યા શખ્સો તાપીના વેપારી પાસેથી ₹૬.૫૦ લાખ રોકડા ભરેલી થેલી લઈને સ્વિફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના સોની વેપારી સુરજભાઈ રજનીકાંત સોનીના મિત્રએ ફેસબુક પર સિક્કા લેવા અંગેની જાહેરાત જોયા બાદ આરોપીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. આરોપી આનંદ ગોસ્વામીએ પોતે ગોધરા સ્વામીનારાયણ સંસ્થાના સ્વામીનો ડ્રાઈવર હોવાનું જણાવી સંસ્થાને મળેલા વિદેશી ડોલર ૨૦% સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી. શરૂઆતમાં ₹૧૩,૦૦૦માં ૨૦૦ ડોલર આપી વિશ્વાસ કેળવ્યા બાદ ₹૬.૫૦ લાખમાં ૧૦,૦૦૦ ડોલર આપવાનું નક્કી થયું હતું.ગત ૩ નવેમ્બરના રોજ સુરજભાઈ રકમ લઈને હાલોલ પહોંચ્યા ત્યારે આરોપીએ માત્ર એક નોટ બતાવી વાતોમાં પરોવી રાખ્યા હતા અને નજર ચૂકવીને ₹૬.૫૦ લાખ ભરેલી થેલી લઈ સ્વિફ્ટ કારમાં બેસી સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો