તારીખ ૦૬/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
એમ એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કાલોલમાં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરી રહેલ તેમજ રાષ્ટ્રીય સેવા યોજના 2026-27ના સ્વયંસેવિકાઓના લીડર વેકરીયા નિધિ કાંતિલાલની હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે એડવેન્ચર કેમ્પ – નવેમ્બર 2026માં પસંદગી થયેલ છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાંથી ત્રણ સ્વયંસેવિકા અને ત્રણ સ્વયંસેવક પસંદગી પામ્યા છે. જેઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો.હરિભાઈ કતારીયા, કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકી, પ્રોગ્રામ કોઓર્ડીનેટર ડૉ. સંજયભાઈ જોષી, કોલેજના આચાર્ય ડૉ. કિશોરભાઈ વ્યાસ, પ્રોગ્રામ ઓફિસર ડૉ. હરેશ સુથાર,પ્રોગ્રામ ઓફિસર ડૉ. અર્જુનસિંહ ગઢવીએ હાર્દિક શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવ્યા છે.










