બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બબીબેન ચૌધરીએ વડગામ તાલુકા મથકની શુભેચ્છા મુલાકાત લીધી

6 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બબીબેન ચૌધરીએ વડગામ તાલુકા મથકની શુભેચ્છા મુલાકાત લીધી.બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તથા વડગામ તાલુકાની છાપી જિલ્લા પંચાયત બેઠકનાં ડેલિગેટ બબીબેન દલજીભાઈ ચૌધરીએ ગુરુવારે તાલુકા મથક વડગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે મામલતદાર સંકેત શાહ સહિત તાલુકાના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ ઉપરાંત તાલુકાના વિવિધ આગેવાનો સાથે મુલાકાત કરી વિકાસલક્ષી કામો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. તાલુકાના સર્વાંગી વિકાસ માટે જરૂરી કામગીરીને પ્રાથમિકતા આપવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી, વડગામ

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો