6 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બંધ પડેલી સોલર સ્ટ્રીટલાઇટ તાત્કાલિક ચાલુ કરો
પાલનપુર માં નેશનલ હાઈવે પર અમદાવાદ પુલના છેડાથી રામદેવ હોટલ સુધી અગાઉ રોડની વચ્ચે તેમજ સર્વિસ રોડ પર સોલર સ્ટ્રીટલાઇટની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ તૌકતે વાવાઝોડા બાદ આ સ્ટ્રીટલાઇટ બંધ થઈ ગઈ છે, જે લાંબા સમયથી આજદિન સુધી ચાલુ કરવામાં આવી નથી.
આ માર્ગ પર રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પુલના છેડે તેમજ હાઈવે પર અવારનવાર અકસ્માતો બનતા રહે છે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે.
આથી સંબંધિત તંત્ર અને જવાબદાર અધિકારીઓ આ ગંભીર બાબતની તાત્કાલિક નોંધ લે અને બંધ પડેલી તમામ સોલર સ્ટ્રીટલાઇટનું સમારકામ કરાવી વહેલી તકે ફરીથી ચાલુ કરાવે તેવી જાહેર હિતમાં માગણી છે.દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે કરદાતા અને મતદાતા નાગરિકોને ઓછામાં ઓછી રસ્તા પર સુરક્ષા અને પ્રકાશ જેવી પાયાની સુવિધા તો મળે તેવી અપેક્ષા છે. આશા છે કે તંત્ર આ બાબતે ગંભીરતાથી રસ લઈ દિવાળી પહેલાં જ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરશે.







