TANKARA:ગૌ-માતાના લાભાર્થે સજનપર ખાતે ભાઈબીજના દિવસે જામશે રંગ: ‘રા’ માંડલિક’ નાટક અને ‘કજીયાની કમાણી’ કોમિકનું આયોજન

સજનપર ગામમાં ગૌ-માતાના લાભાર્થે એક ભવ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી બાપાસીતારામ ગૌ-સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામના સહયોગથી અને શક્તિ સાઉન્ડના સાથવારે આ ધાર્મિક મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત શ્રોતાઓ માટે મહાન ઐતિહાસિક નાટક ‘રા’ માંડલિક’ તેમજ પેટ પકડીને હસાવતું કોમિક ‘કજીયાની કમાણી યાને ક્યાંં ગ્યાતા ક્યાંં નઈ’ પ્રસ્તુત કરવામાં આવશે. જે ગૌ-પ્રેમી ભક્તજનો સ્થળ પર ઉપસ્થિત ન રહી શકે તેમના માટે આ વિશેષ નાટકનું લાઇવ પ્રસારણ શ્રી આલ્બમ યુટ્યુબ ચેનલ પર પણ નિહાળી શકાશે.તારીખ: આગામી ૧૧-૧૧-૨૦૨૬, બુધવાર (ભાઈબીજ)સમય: રાત્રે ૯:٣૦ કલાકે સ્થળ: ક્રિકેટ ગ્રાઉન્ડ, સજનપર ગૌ-પ્રેમી ભક્તજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગૌ-સેવાના આ પુણ્યના કામમાં સહભાગી બનવા અને નાટકનો આનંદ માણવા શ્રી બાપાસીતારામ ગૌ-સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.












