આણંદ કરોડોની મિલકતો, રોકડ અને દસ્તાવેજો મૂળ માલિકોને સુપ્રત કરાયા  

આણંદ કરોડોની મિલકતો, રોકડ અને દસ્તાવેજો મૂળ માલિકોને સુપ્રત કરાયા

તાહિર મેમણ -આણંદ – ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર ખાતેથી છેતરપિંડી, વ્યાજખોરી અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા નાગરિકોના રૂ. ૨૬ લાખની કિંમતનો એક ફ્લેટ, રૂ. ૩૭ લાખથી વધુની કિંમતના રોકડ નાણાં તથા ચેક, ૭ વીઘા ખેતીની જમીન અને રહેણાંક-હોટલના અસલ દસ્તાવેજો તેમજ ૮ તોલા સોનું અને ૪૦૦ ગ્રામ ચાંદી સહિતનો મુદામાલ અરજદારોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યો હતો.

 

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ મહત્વના કિસ્સાઓમાં ભોગ બનનાર અરજદારોને તેઓનો મુદામાલ પરત સુપ્રત કરવામાં આવ્યો હતો. જેમાં;

 

એક્સપોર્ટ ધંધાના બહાને ૨૬ લાખની છેતરપિંડી કેસમાં ગયેલો ફ્લેટ પરત અપાવ્યો*

 

મોરબી મૂળના અને હાલ બેડવા (આણંદ) ખાતે રહેતા વિજયભાઈ ભરડા સાથે ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાના બહાને સામાવાળા કલ્પેશભાઈ ચંદ્રકાંત જાનીએ રૂ. ૨૬ લાખની છેતરપિંડી કરી હતી અને તે રકમમાંથી વિદ્યાનગરમાં ફ્લેટ ખરીદી પોતે ફરાર થઈ ગયો હતો. પેરોલ-ફર્લો સ્કોડના પી.આઈ. શ્રી જે.એન. પરમાર અને ટીમે આરોપીને શોધી કાઢી અરજદારને તે ૨૬ લાખ રૂપિયાની કિંમતનો ફ્લેટ સફળતાપૂર્વક પરત અપાવ્યો હતો.

 

વિધવા બહેનને ઉછીના આપેલા નાણાં પરત અપાવ્યા*

વિદ્યાનગર ખાતે રહેતા સ્વર્ગસ્થ પોલીસ ઇન્સ્પેક્ટરના વિધવા પત્ની પારૂલબેન પંડ્યા પાસેથી ગોપાલ ચોકડીના શ્રવણ અમરાજી પટેલે હાથ ઉછીના લીધેલા રૂ. ૮ લાખ પરત આપતા ન હતા. પોલીસે ત્વરિત દરમિયાનગીરી કરી આરોપી પાસેથી રોકડા રૂ. ૪,૦૦,૦૦૦/- તથા રૂ. ૩,૦૦,૦૦૦/- ના બેંક ચેક મેળવી અરજદાર બહેનને પરત અપાવ્યા.

 

ધાર્મિક વિધિના બહાને પડાવી લીધેલા સોના-ચાંદીના દાગીના પરત સોંપાયા*

 

જીટોડીયાના ગીતાબેન પાંડવને નારાયણબલી અને પિતૃદોષની વિધિના બહાને અંધશ્રદ્ધામાં ફસાવી આરોપી આતીષભાઈ ત્રિવેદી તથા પરિવારજનોએ આશરે ૫૬ તોલા જેટલા સોના-ચાંદીના દાગીના પડાવી લીધા હતા. પોલીસે અસરકારક કાઉન્સિલિંગ કરી ૮ તોલા સોનાના ઘરેણાં અને ૪૦૦ ગ્રામ ચાંદી તુરંત પરત અપાવ્યા હતા તેમજ બાકીના ઘરેણાં પરત આપવા અંગે સામાવાળા પાસેથી નોટરી સમક્ષ બાંહેધરી લેવડાવી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો