થરા નગર પાલિકાના તમામ સફાઈ કામદારીને બ્લેન્કેટ વિતરણ કરાયા..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકા હોલમાં થરાસ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નવનિયુક્ત ઉત્સાહી પ્રમુખ ડૉ.અશ્વિનીબેન કિરીટભાઈ ઠક્કર,ઉપપ્રમુખ ચૌધરી જશીબેન સેમાભાઈ,થરા માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી, રાઘવેન્દ્ર જોષી,અતુલભાઈ શાહ સહીત નવનિયુક્ત કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં દિવાળી નિમિત્તે ડ્રાઇવર ચેનાજી ઠાકોર,બકાભાઈ મેમદાવાદિયા,બચુભાઈ મેમદાવાદીયા સહીત નગર પાલિકાના તમામ સફાઈ કામદારોને ઓડિટર મોચી હિતેષભાઈ જયંતીભાઈ દ્વારા બ્લેન્કેટ આપી દિવાળી ની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.સફાઈ કામદારોએ હિતેષભાઈ નો આભાર માન્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530







