MORBI:દિવાળી ટાણે મોરબી પાલિકાની ફૂડ શાખાના સપાટા: ૯૫ પેઢીઓમાં તપાસ, અખાદ્ય ખોરાકનો નાશ કરી નોટિસો ફટકારાઈ

MORBI:દિવાળી ટાણે મોરબી પાલિકાની ફૂડ શાખાના સપાટા: ૯૫ પેઢીઓમાં તપાસ, અખાદ્ય ખોરાકનો નાશ કરી નોટિસો ફટકારાઈ

મોરબી: દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનો અને હોટેલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ ટીમ દ્વારા રવાપર રોડ, શનાળા રોડ, રવાપર ચોકડી, ઉમિયા સર્કલ, જીઆઈડીસી, કન્યા છાત્રાલય રોડ, જૂનું બસ સ્ટેન્ડ, નગર દરવાજા, સામાકાંઠે, મહારાણા પ્રતાપ સર્કલ, પંચાસર રોડ અને ડી-માર્ટ રોડ સહિતના વિસ્તારોમાં આશરે ૯૫ જેટલી પેઢીઓમાં સઘન તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર અને બેદરકારી દાખવનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

લાઈસન્સ વિનાના વેપારીઓ: તપાસ કરાયેલી ૯૫ પેઢીઓમાંથી ૮ પેઢીઓ પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું માલૂમ પડતા તેઓને નોટિસ ફટકારવામાં આવી છે.

અખાદ્ય ખોરાકનો નાશ અને TPC ચેકિંગ:ડ્રાઇવ દરમિયાન કુલ ૧૫ કિલો જેટલા અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.અંદાજે ૨૦ પેઢીઓમાં TPC મશીન દ્વારા તેલની ગુણવત્તા ચકાસવામાં આવી હતી.

ડી-માર્ટ રોડ પર આવેલી ‘પિઝા પાઇ’ અને શનાળા રોડ પર આવેલી ‘બર્ગર મોલ’માં TPC ૨૫ કરતા વધુ આવતા (તેલ બળી ગયેલું હોવાથી) અંદાજે ૭ કિલો બળેલા તેલનો નાશ કરાવી નોટિસ આપવામાં આવી હતી.

અન્ય વાસી અને એક્સપાયરી ખાદ્ય પદાર્થો:ગુરુજી ફાસ્ટ ફૂડ (રવાપર રોડ): એનાલોગ ચીઝ અને વાસી મંચુરિયન ગ્રેવી મળી આવતા તેનો નાશ કરી નોટિસ અપાઈ.

પિઝા પાઇ (ડી-માર્ટ રોડ): ૩૦૦ ગ્રામ વાસી પાસ્તાનો નાશ કરાયો.ધ લવ ઓફ વફલ: એક્સપાયરી ડેટ વગરની કે મુદત પૂરી થયેલી ૫૦૦ ગ્રામ ચોકો ચિપ્સનો નાશ કરાયો.અવધ સ્વીટ: એક્સપાયરી ડેટવાળા ચવાણા અને ચોરાફરીના પેકેટોનો નાશ કરીને નોટિસ ફટકારાઈ.સ્વચ્છતાનો અભાવ: મીઠાઈ-ફરસાણના કારખાના અને રસોડાઓની ચકાસણી દરમિયાન અવધ સ્વીટ, પટેલ સ્વીટ એન્ડ નમકીન તેમજ ભોલેબાબા ડેરી ફાર્મ ખાતે ભારે ગંદકી અને કારીગરોમાં પર્સનલ હાઇજીન (વ્યક્તિગત સ્વચ્છતા)નો અભાવ જોવા મળ્યો હતો, જેને લઈને કડક નોટિસો આપી કાર્યવાહી કરવામાં આવી છે.આર.ઓ. (RO) પાણીના પ્લાન્ટની ચકાસણી: પંચાસર રોડ અને સામાકાંઠા વિસ્તારના ૫ આર.ઓ. પ્લાન્ટ (જય અંબે વોટર, પવિત્ર વોટર, સ્પીડ વોટર, શ્રી ગણેશ વોટર અને શિવ ગંગા વોટર) ના પાણીના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી હતી. જેના રિપોર્ટ્સ યોગ્ય આવ્યા છે અને આ પાંચેય પેઢીઓનું પાણી પીવાલાયક હોવાનું સ્પષ્ટ થયું છે.મોરબી મનપાની આ સઘન કામગીરીથી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો