*દિવાળીના પર્વની ઉજવણી સુરક્ષિત અને આનંદમય બને તે માટે ફટાકડા ફોડતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ*

*દિવાળીના પર્વની ઉજવણી સુરક્ષિત અને આનંદમય બને તે માટે ફટાકડા ફોડતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ*

*ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખો, અકસ્માતથી બચો; આપાતકાલીન પરિસ્થિતિમાં ટોલ ફ્રી નંબર ૧૦૭૭ પર સંપર્ક કરો*

દિવાળીના પર્વને અનુલક્ષીને નાગરિકો તહેવારની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે સુરક્ષિત રીતે કરી શકે તે હેતુથી કલેક્ટર કચેરી, મહેસાણા હસ્તકના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ) દ્વારા જાહેર જનતાને ફટાકડા ફોડતી વખતે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફટાકડા ફોડતી વખતે વડીલોની હાજરી રાખવી, ખુલ્લી જગ્યામાં જ ફટાકડા ફોડવા, ફટાકડા સળગાવવાના સ્થળની નજીક પાણી અથવા સૂકી રેતી ભરેલી બે-ત્રણ ડોલ રાખવી તેમજ ફટાકડાને અગરબત્તી કે લાંબી સળગતી લાકડીની મદદથી યોગ્ય અંતર જાળવી સળગાવવા. ફટાકડાને જમીન પર રાખીને સળગાવ્યા બાદ તરત જ સુરક્ષિત અંતરે જતા રહેવું. ફટાકડા સળગાવવાના સ્થળથી ફટાકડાનો જથ્થો દૂર રાખવો. જો ફટાકડો ન સળગે તો તેની નજીક જઈ તપાસ કરવાને બદલે તેના પર પાણી રેડવું.

સાથે જ ગીચતા ધરાવતી કે સાંકડી જગ્યાઓ, ઘરની અંદર, પાર્કિંગ સ્થળ, વાહનોની નજીક કે જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવાનું ટાળવું. ફટાકડા હાથમાં પકડીને ફોડવા નહીં ખિસ્સામાં રાખવા નહીં. કોઠી હાથમાં પકડીને સળગાવવી નહીં તેમજ ઢીલાં કે ખુલ્લાં વસ્ત્રો પહેરીને ફટાકડા ફોડવા નહીં. સળગતા ફટાકડા કોઈની તરફ ફેંકવા નહીં અને રોકેટને ઝાડ નીચે કે અન્ય અવરોધોની નજીક સળગાવવાને બદલે ખુલ્લી જગ્યામાં જ સળગાવવા.

ફટાકડા ફોડતી વખતે કોઈ વ્યક્તિના કપડાંમાં આગ લાગે તો ગભરાયા વિના ‘થોભો, જમીન પર સૂઈ જાઓ અને આળોટો’ (Stop, Drop and Roll) પદ્ધતિ અપનાવવી. આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરગ્રસ્ત વ્યક્તિને બ્લેન્કેટમાં વીંટાળવી. દાઝેલા ભાગ પર ઠંડું પાણી રેડવું અને યોગ્ય સારવાર માટે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. ફટાકડાને કારણે આંખમાં ઈજા થાય તો આંખો મસળવી નહીં અને તાત્કાલિક આંખના નિષ્ણાતનો સંપર્ક કરવો.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન સલામતીના તમામ નિયમોનું પાલન કરવા અને પોતાની સાથે અન્ય લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૬૨-૨૨૨૨૨૦ અથવા ટોલ ફ્રી નંબર ૧૦૭૭ પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો