જામનગરમાં ઈન્દિરામાર્ગ પર ફોજી ઢાબા પાસે ટ્રકની ઠોકરે સફાઈ કામદાર મહિલાને પગમાં ફ્રેક્ચર

જામનગરમાં ઈન્દિરામાર્ગ પર ફોજી ઢાબા પાસે ટ્રકની ઠોકરે સફાઈ કામદાર મહિલાને પગમાં ફ્રેક્ચર

પગપાળા ઘરે જતાં સફાઈ કર્મચારી મહિલાને પૂરઝડપે આવેલા ટ્રક ચાલકે અડફેટે લીધા

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૬, જામનગરમાં ફોજી ઢાબા પાસે પૂરઝડપે અને બેફિકરાઈથી દોડી આવેલા ટ્રકની ઠોકરે પગપાળા જઈ રહેલાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જામનગરના ભીમવાસ વિસ્તારમાં જૂના રેલવે સ્ટેશન પાસે રહેતાં અને સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતાં લીલાબેન પ્રેમજીભાઈ ચૌહાણ (ઉંમર ૫૫) તા. ૫ નવેમ્બરના સાંજે કામ પરથી ઘરે જઈ રહ્યાં હતાં. દરમિયાન ફોજી ઢાબા પાસે પહોંચતાં જીજે-૧૦-ટીવાય-૯૬૭૫ નંબરના ટાટા ટ્રકના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી તેમને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં લીલાબેન નીચે પટકાતાં તેમના જમણા પગની ત્રીજી આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે ઘૂંટી સહિત શરીરના અન્ય ભાગોમાં છોલછાલની ઈજાઓ પહોંચી હતી. બનાવ 0અંગે લીલાબેનની ફરિયાદ પરથી સીટી-બી ડિવિઝન પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો