MORBI:મોરબી જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા છત્તર ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરવામાં આવી

MORBI:મોરબી જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા છત્તર ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરવામાં આવી

છત્તર ગામની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની મુલાકાત લીધી

મોરબી જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા છત્તર ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી ગામતળ નક્શો, દરેક ગામ નમૂના નંબરના રેકોર્ડ તથા ગ્રામ પંચાયત હેઠળ આવતા રેકોર્ડ રજીસ્ટરની ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ ગામના ખરાબા તથા નવા અને જૂના બંને ગામ તળ વિસ્તારની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત કરી હતી આ ઉપરાંત પાત્ર નાગરિકને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરી તેના લાભો સમજાવવામાં આવ્યા હતા.

 

ગામની મુલાકાત દરમિયાન ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ હાજર ડૉક્ટર સાથે ગામ લોકોનું જીવન સ્વાસ્થપૂર્ણ બને તે અંગે ચર્ચા કરી હતી ત્યારબાદ ગામની આંગળવાડી અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવેલી મધ્યાન ભોજન માટેના શેડની રજૂઆત બાબતે યોગ્ય માર્ગદર્શન આપી તાત્કાલીક નિવારણ કરી આપ્યું હતું.

આ દફતર તપાસણી દરમિયાન હાજર ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે સ્થળ પર જ યોગ્ય સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામમાં વિકાસના કામો વધુ ઝડપી બને તથા ગામલોકો સરકારી યોજનાઓ વિશે જાણે અને વધુમાં વધુ લોકો લાભ લઈ સુવિધાયુક્ત અને સુખાકારી જીવન જીવી શકે તે માટે હાજર અધિકારીશ્રીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો